gu_tn_old/rom/05/intro.md

4.1 KiB

રોમન 05 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઘણા વિદ્વાનો 12-17 કલમોને શાસ્ત્રોમાંની કલમોમાંની ઘણી મહત્વપૂર્ણ, પરંતુ મુશ્કેલ માને છે. મૂળ ગ્રીકનું નિર્માણ જે રીતે થયું હતું તેમાંથી તેનું અનુવાદ કરતી વખતે થોડી તેની સમૃદ્ધિ અને અર્થ ખોવાઈ જાય છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ન્યાયીપણાના પરિણામો

પાઉલ સમજાવે છે આપણને કેવી રીતે ન્યાયી ઠરાવવામાં આવ્યા છે તે આ અધ્યાયનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ પરિણામો ઈશ્વર સાથે શાંતિ સ્થપાવવાની, ઈશ્વર પાસે જવાની, આપણા ભવિષ્ય માટે ભરોસો રાખવો, જ્યારે દૂ:ખ આવે ત્યારે આનંદ કરવા સક્ષમ, અનંતકાળ સુધીનું તારણ, અને ઈશ્વર સાથે સમાધાનનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/justice)

“સર્વએ પાપ કર્યું છે”

પાઉલે જે કલમ 12 માં કહ્યું છે તેના પર વિદ્વાનોમાં ભાગલા પડ્યા છે: “અને મૃત્યુ સર્વ લોકોમાં પ્રસરી ગયું, કારણ કે સર્વએ પાપ કર્યું છે.” કેટલાક માને છે કે “આદમના બીજમાં” માં સમગ્ર માનવજાત હાજર હતી. તેથી, જેમ આદમ સમગ્ર માનવજાતનો પિતા છે, તેમ જ્યારે આદમે પાપ કર્યું ત્યારે સમગ્ર માનવજાત હાજર હતી. અન્ય લોકો માને છે કે આદમે માનવજાતના પ્રતિનિધિ વડા તરીકે કાર્ય કર્યું. તેથી જ્યારે તેણે પાપ કર્યું, ત્યારે પરિણામ સ્વરૂપે સમગ્ર માનવજાત “પડી” ગઈ. લોકો આજે આદમનાં મૂળ પાપમાં સક્રિય અથવા નિષ્ક્રિય ભાગ ભજવે તેઓ પણ એક રીતે આ મંતવ્યો પર ભિન્ન છે. અન્ય ફકરાઓ કોઈને નિર્ણય કરવામાં મદદ કરશે. (જુઓ: [[rc:///tw/dict/bible/other/seed]] અને [[rc:///tw/dict/bible/kt/sin]] અને rc://*/ta/man/translate/figs-activepassive)

બીજો આદમ

આદમ પ્રથમ મનુષ્ય હતો અને ઈશ્વરનો પ્રથમ “પુત્ર” હતો. તેને ઈશ્વર દ્વારા રચવામાં આવ્યો હતો. તેના પ્રતિબંધિત ફળ ખાવા દ્વારા પાપ અને મૃત્યુ આ જગતમાં લાવ્યો. આ અધ્યાયમાં પાઉલ ઈસુનું વર્ણન “બીજા આદમ” અને ઈશ્વરના ખરા પુત્ર તરીકે કરે છે. તેમના વધસ્તંભ પર મૃત્યુ દ્વારા તે જીવન લાવે છે અને પાપ તથા મૃત્યુ પર વિજય મેળવે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sonofgod]] અને [[rc:///tw/dict/bible/other/death]])