gu_tn_old/rom/04/intro.md

3.1 KiB

રોમનો 04 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું સરળ બને છે. યુએલટી આ પ્રમાણે આ અધ્યાયની 7-8 કલમોમાં કરે છે, જે જૂના કરારનાં શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મૂસાના નિયમનો હેતુ

પાઉલ અધ્યાય 3 માંની સામગ્રીમાંથી નિર્માણ કરે છે. તે સમજાવે છે કે ઇબ્રાહિમ, ઇઝરાએલના પિતાને કેવી રીતે ન્યાયી ઠરાવવામાં આવ્યા હતાં. ઇબ્રાહિમ પણ તેણે કરેલા કાર્ય દ્વારા ન્યાયી ઠરી શક્યો ન હતો. મૂસાના નિયમનું પાલન કરવાથી વ્યક્તિ ઈશ્વરની સાથે યોગ્ય ઠરી શકતો નથી. ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવાથી વ્યક્તિ બતાવે છે કે તેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે. લોકો હંમેશા વિશ્વાસ દ્વારા જ ન્યાયી ઠર્યા છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/justice]] અને [[rc:///tw/dict/bible/kt/lawofmoses]] અને rc://*/tw/dict/bible/kt/faith)

સુન્નત

ઇઝરાએલીઓ માટે સુન્નત મહત્વપૂર્ણ હતી. તે વ્યક્તિને ઇબ્રાહિમના વંશજ તરીકે ઓળખાવે છે. તે ઇબ્રાહિમ અને યહોવાહ વચ્ચે કરારની નિશાની પણ છે. તેમ છતાં, કોઈ પણ વ્યક્તિને માત્ર સુન્નત કરવા દ્વારા ન્યાયી ઠરાવવામાં આવ્યો ન હતો. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/circumcise]] અને [[rc:///tw/dict/bible/kt/covenant]])

આ અધ્યાયમાંનાં અગત્યના શબ્દાલંકાર

અલંકારિક પ્રશ્નો

પાઉલ આ અધ્યાયમાં અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. આ અલંકારિક પ્રશ્નોનો ઉદ્દેશ છે કે વાચકો તેમના પાપને જુએ જેથી તેઓ ઈસુમાં વિશ્વાસ કરે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///tw/dict/bible/kt/guilt]] અને rc://*/tw/dict/bible/kt/sin)