gu_tn_old/rev/front/intro.md

15 KiB

પ્રકટીકરણના પુસ્તકની પ્રસ્તાવના

ભાગ 1: સામાન્ય પ્રસ્તાવના

પ્રકટીકરણના પુસ્તકની રૂપરેખા

  1. શરૂઆત (1:1-20)
  2. સાત મંડળીઓને પત્રો (2:1-3:22)
  3. આકાશમાં ઈશ્વરનું દર્શન અને હલવાનનું દર્શન (4:1-11)
  4. સાત મુદ્રાઓ (6:1-8:1)
  5. સાત રણશિંગડાં (8:2-13:18)
  6. હલવાનના ઉપાસકો, શહીદો અને કોપની કાપણી (14:1-20)
  7. સાત પ્યાલા (15:1-18:24)
  8. આકાશમાં આરાધના (19:1-10)
  9. હલવાનનો ન્યાય, શ્વાપદનો વિનાશ, હજાર વર્ષો, શેતાનનો વિનાશ, અને અંતિમ ન્યાય (20:11-15)
  10. નવી પૃથ્વી અને નવું યરૂશાલેમ (21:1-22:5)
  11. ઈસુનું પાછા આવવાનું વચન, દૂતોની સાક્ષી, યોહાનના અંતિમ શબ્દો, ખ્રિસ્તનો મંડળીને સંદેશ, આમંત્રણ અને ચેતવણી (22:6-21)

પ્રકટીકરણનું પુસ્તક કોણે લખ્યું?

લેખક પોતાની ઓળખ યોહાન તરીકે આપે છે. સંભવત: આ પ્રેરિત યોહાન હતો. તે પાત્મસ ટાપુ પર હતો ત્યારે તેણે પ્રકટીકરણનું પુસ્તક લખ્યું હતું. યોહાન ઈસુ વિશેનું શિક્ષણ આપતો હતો તેથી રોમનોએ તેનો દેશ નિકાલ કર્યો હતો.

પ્રકટીકરણનું પુસ્તક શેના વિષે છે?

યોહાને પ્રકટીકરણનું પુસ્તક વિશ્વાસીઓને સતાવણીના સમયમાં પણ વિશ્વાસુ રહેવા માટે ઉત્તેજન આપવા લખ્યું હતું. શેતાન અને તેના અનુયાયીઓ વિશ્વાસીઓ વિરુદ્ધ લડાઈ કરે છે અને તેઓને મારી નાંખે છે તે વિશે યોહાનને જે દર્શનો થયા તેનું તે વર્ણન કરે છે. દર્શનોમાં ઈશ્વર દુષ્ટ લોકોને સજા કરવા માટે પૃથ્વી પર ઘણી ભયંકર બાબતો થતી દેખાડે છે. અંતમાં, શેતાન અને તેના અનુયાયીઓનો ઈસુ દ્વારા પરાજય થાય છે. પછી ઈસુ જેઓ વિશ્વાસુઓ હતા તેઓને દિલાસો આપે છે. અને વિશ્વાસીઓ નવા આકાશ અને પૃથ્વીમાં ઈશ્વર સાથે સદાકાળ રહેશે.

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે કરવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક, ""પ્રકટીકરણ,"" “ઈસુ ખ્રિસ્ત વિશેનું પ્રકટીકરણ,” “સંત યોહાનનું પ્રકટીકરણ” અથવા “યોહાનનો સાક્ષાત્કાર ” તરીકે પસંદ કરી શકે છે. અથવા તેઓ વધુ સ્પષ્ટ શીર્ષક ""ઈસુ ખ્રિસ્તે યોહાનને બતાવેલ બાબતો"" પસંદ કરી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

પ્રકટીકરણના પુસ્તકનું લખાણ કયા પ્રકારનું છે?

યોહાને તેના દર્શનોનું વર્ણન કરવા માટે વિશિષ્ટ લેખન શૈલીનો ઉપયોગ કર્યો છે. યોહાને જે જોયું છે તેનું વર્ણન કરવા માટે ઘણા ચિહ્નોનો ઉપયોગ કર્યો છે. આ પ્રકારના લખાણને સાંકેતિક ભવિષ્યવાણી અથવા જગત અંત દર્શનનું સાહિત્ય કહેવામાં આવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

ભાગ 2: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

પ્રકટીકરણની ઘટનાઓ ભૂતકાળની કે ભવિષ્યની છે?

શરૂઆતના ખ્રિસ્તી સમયથી જ, વિદ્વાનોએ પ્રકટીકરણનું ભિન્ન રીતે અર્થઘટન કર્યું છે. કેટલાક વિદ્વાનો માને છે કે યોહાને તેના સમય દરમિયાન બનેલી ઘટનાઓનું વર્ણન કર્યું છે. કેટલાક વિદ્વાનો માને છે કે યોહાને તેના સમયથી ઈસુના પાછા આવવાના સમય સુધીની ઘટનાઓનું વર્ણન કર્યું છે. અન્ય કેટલાક વિદ્વાનો માને છે કે યોહાને ઈસુ પાછા આવશે તેના થોડા સમય અગાઉની ઘટનાઓનું વર્ણન કર્યું છે.

અનુવાદકો પુસ્તકનું અનુવાદ કરે તે પહેલાં તેનું અર્થઘટન કેવી રીતે કરવું તે નક્કી કરવાની જરૂર રહેશે નહિ. અનુવાદકોએ યુએલટી માં વપરાયેલ કાળમાંની ભવિષ્યવાણીઓને છોડી દેવી જોઈએ.

શું બાઈબલમાં પ્રકટીકરણ જેવા બીજા અન્ય પુસ્તકો છે?

બાઈબલમાં પ્રકટીકરણના પુસ્તક જેવું અન્ય કોઈ પુસ્તક નથી. પરંતુ, હઝકીએલ, ઝખાર્યા અને ખાસ કરીને દાનિયેલના પુસ્તકના ફકરાઓ પ્રકટીકરણના લખાણ અને શૈલી સમાન છે. દાનિયેલના પુસ્તક અનુવાદ કરતાં સમયે જ પ્રકટીકરણનું અનુવાદ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણકે તેઓની છબી અને શૈલીમાં સમાનતા છે.

ભાગ 3: અનુવાદના મહત્વપૂર્ણ મુદ્દાઓ

શું અનુવાદકે પ્રકટીકરણના પુસ્તકનું અનુવાદ કરવા માટે તેને સમજવું જરૂરી છે?

અનુવાદકે પ્રકટીકરણના પુસ્તકનું વ્યવસ્થિત અનુવાદ કરવા માટે તેમાંના સર્વ ચિહ્નોને સમજવાની જરૂર નથી. અનુવાદકોએ તેમના અનુવાદમાં ચિહ્નો અથવા સંખ્યાઓ માટે સંભવિત અર્થો આપવા જોઈએ નહિ. (જુઓ: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

યુએલટી માં પ્રકટીકરણમાં ""પવિત્ર"" અને ""શુધ્ધ"" શબ્દોના વિચારોને કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે?

વિવિધ વિચારોમાંથી કોઈ એક વિચારને દર્શાવવા માટે શાસ્ત્રો આ શબ્દોનો ઉપયોગ કરે છે. આ કારણોસર, ઘણીવાર અનુવાદકોને આ શબ્દોને તેમની આવૃતિઓમાં સારી રીતે રજૂ કરવામાં મુશ્કેલી પડે છે. પ્રકટીકરણને અંગ્રેજીમાં અનુવાદ કરવા માટે, યુએલટી નીચે પ્રમાણેના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે:

  • બે ફકરાઓના અર્થ નૈતિક પવિત્રતાનું વર્ણન કરે છે. અહીં, યુએલટી ""પવિત્ર"" શબ્દનો ઉપયોગ કરે છે. (જુઓ: 14:12; 22:11)
  • સામાન્ય રીતે પ્રકટીકરણનો અર્થ સરળ સંદર્ભમાં ખ્રિસ્તીઓને ખાસ ભૂમિકા સૂચવ્યા વિના રજૂ કરે છે. આ કિસ્સાઓમાં, યુએલટી ""વિશ્વાસી"" અથવા ""વિશ્વાસીઓ"" નો ઉપયોગ કરે છે. (જુઓ: 5:8; 8:3, 4; 11:18; 13:7; 16:6; 17:6; 18:20, 24; 19:8; 20: 9)
  • કેટલીક વાર કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુને ફ્ક્ત ઈશ્વર માટે જ અલગ કરવામાં આવેલ હોય તેવો અર્થ સૂચવે છે. આ કિસ્સાઓમાં, યુએલટી ""શુદ્ધ,"" ""અલગ કરાયેલ,"" ""ને સમર્પિત,"" અથવા ""ને માટે અનામત"" શબ્દોનો ઉપયોગ કરે છે.

અનુવાદકો તરીકે આ વિચારોને પોતાની આવૃતિઓમાં કેવી રીતે રજૂ કરવા તે માટે યુએસટી ઘણીવાર મદદરૂપ બને છે.

સમયગાળૉ

યોહાન પ્રકટીકરણમાં વિવિધ સમયગાળાની અવધિનો ઉલ્લેખ કરે છે. ઉદાહરણ તરીકે, બેતાલીસ મહિના, સાત વર્ષો અને સાડા ત્રણ દિવસોના ઘણા ઉદાહરણો દર્શાવવામાં આવ્યા છે. ઘણા વિદ્વાનો માને છે કે આ સમયગાળો સાંકેતિક છે. અન્ય વિદ્વાનો માને છે કે આ વાસ્તવિક સમયગાળો દર્શાવે છે. અનુવાદકે આ સમયગાળાને વાસ્તવિક સમયગાળાના સંદર્ભ તરીકે ગણવો જોઈએ. તે પછી અર્થઘટન કરનારે તેનો મર્મ અથવા તેઓ શું રજૂ કરશે તે નક્કી કરવાનું છે.

પ્રકટીકરણના પુસ્તકના લખાણમાં મુખ્ય મુદ્દાઓ કયા છે?

નીચેની કલમો માટે, બાઈબલની કેટલીક આધુનિક આવૃતિઓ જૂની આવૃતિઓ કરતાં જુદી પડે છે. યુએલટીનું લખાણ આધુનિક છે અને જૂના લખાણને તે પાનની નીચે નોંધમાં મૂકે છે. જો બાઈબલનું અનુવાદ સામાન્યરીતે અસ્તિત્વમાં હોય, તો અનુવાદકોએ તે આવૃતિઓનો ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ. જો નહિ, તો અનુવાદકોને આધુનિક લખાણને અનુસરવાની સલાહ આપવી જોઈએ.

  • ""'પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે ‘હું આલ્ફા તથા ઓમેગા છું'""(1:8). કેટલીક આવૃતિઓ ""શરૂઆત અને અંત"" જેવા શબ્દસમૂહોને ઉમેરે છે.
  • ""વડીલોએ પગે પડીને આરાધના કરી"" (5:14). કેટલાક જૂના સંસ્કરણોમાં ""ચોવીસ વડીલોએ પગે પડીને જે સદા સર્વકાળ જીવીત છે તેની આરાધના કરી.""
  • ""તેથી [પૃથ્વીનો] ત્રીજો ભાગ બળી ગયો"" (8:7). કેટલીક જૂની આવૃતિઓમાં આ શબ્દસમૂહનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
  • ""જે છે અને જે હતા"" (11:17). કેટલીક જૂની આવૃતિઓ"" અને જે આવનાર છે"" તે શબ્દસમૂહનો ઉમેરો કરે છે.""
  • ""તેઓ નિર્દોષ છે"" (14:5). કેટલીક જૂની આવૃતિઓમાં ""ઈશ્વરના રાજ્યાસન સમક્ષ"" શબ્દને ઉમેરવામાં આવ્યો છે. (14:5)
  • ""જે છે અને જે હતા, તે પવિત્ર છે"" (16:5). કેટલીક જૂની આવૃતિઓમાં, ""ઓ પ્રભુ, જે છે અને જે હતા અને જે આવનાર છે.""
  • ""તે નગરના પ્રકાશમાં સર્વ દેશો ચાલશે"" (21:24). કેટલીક જૂની આવૃતિઓમાં, ""જે દેશોને બચાવી લેવામાં આવ્યા છે તેઓ તે નગરના પ્રકાશમાં ચાલશે.""
  • ""જેઓ પોતાના વસ્ત્રો ધુએ છે તેઓને ધન્ય છે"" (22:14). કેટલીક જૂની આવૃતિઓમાં ""ધન્ય છે તેઓ જેઓ તેમની આજ્ઞાઓ માને છે.""
  • ""ઈશ્વર જીવનના વૃક્ષમાંથી અને પવિત્ર નગરમાંથી તેનો ભાગ કાઢી નાખશે"" (22:19). કેટલીક જૂની આવૃતિઓમાં, ""ઈશ્વર જીવનના પુસ્તકમાંથી અને પવિત્ર નગરમાંથી તેનો ભાગ કાઢી નાખશે.""

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)