gu_tn_old/rev/19/intro.md

2.0 KiB

પ્રકટીકરણ 19 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

અધ્યાય 19 ની શરૂઆત બાબિલોનની પડતીના વિષયને પૂર્ણ કરે છે.

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવામાં સરળતા રહે. યુએલટી 1-8 કલમો સાથે આમ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ગીતો

પ્રકટીકરણનું પુસ્તક ઘણીવાર આકાશને લોકોના ગીત ગાવાના સ્થાન તરીકે વર્ણવે છે . તેઓ ગીતો સાથે ઈશ્વરની આરાધના કરે છે. આ સમજાવે છે કે આકાશ એવી જ્ગ્યા છે જ્યાં નિરંતર ઈશ્વરની આરાધના કરવામાં આવે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/heaven)

લગ્નની ઉજવણી

લગ્નની ઉજવણી અથવા પર્વ/ઉત્સવની શાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ છબી છે. યહૂદી સંસ્કૃતિ ઘણીવાર પારાદૈસ, અથવા મૃત્યુ પછી ઈશ્વર સાથે જીવનની છબી એક પર્વ/ઉત્સવ તરીકે ચિત્રિત કરે છે. અહીં, લગ્નની ઉજવણી એ ઇસુ કે જે હલવાન છે અને તેમના સર્વ લોકો જે તેમની કન્યા છે તેઓની માટે છે.