gu_tn_old/rev/16/intro.md

2.7 KiB

પ્રકટીકરણ 16 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

આ અધ્યાય 15 નું સંદર્શન ચાલુ રાખે છે. બંને અધ્યાયો સાત અનર્થો કે જે ઈશ્વરના કોપ પૂર્ણ કરે છે તેને દર્શાવે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/wrath)

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું સરળ બને. યુએલટી 5-7 કલમોમાં આ પ્રમાણે કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""મેં મંદિરમાંથી એક મોટી વાણી સાંભળી""

આ તે જ મંદિર છે જેનો ઉલ્લેખ અધ્યાય 15 માં કરવામાં આવ્યો છે.

ઈશ્વરના કોપના સાત પ્યાલા

આ અધ્યાય સખત ન્યાયને જાહેર કરે છે. દૂતો ઈશ્વરના કોપના સાત પ્યાલા રેડતા હોય તે રીતે તેઓને દ્રશ્યમાન કરવામાં આવ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

આ અધ્યાયનો સ્વર વાચકને અચંબો પમાડવાનો છે. અનુવાદમાં આ અધ્યાયમાં વ્યક્ત કરવામાં આવેલી તીક્ષ્ણ ભાષાને ઘટાડવી ન જોઈએ.

હર-મગિદોન

આ એક હિબ્રૂ શબ્દ છે. તે સ્થળનું નામ છે. યોહાને હિબ્રૂ શબ્દના અવાજોનો ઉપયોગ કરીને તેને ગ્રીક અક્ષરોથી લખ્યા. અનુવાદકોને જે ભાષામાં અનુવાદ કરવાનું હોય તે ભાષાના(લક્ષિત ભાષાના) અક્ષરોનો ઉપયોગ કરીને લિવ્યંતર કરવા માટે ઉતેજન આપવામાં આવે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-transliterate)