gu_tn_old/rev/12/intro.md

2.2 KiB

પ્રકટીકરણ 12 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવામાં સરળતા રહે. યુએલટી 10-12 કલમો સાથે આ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

સર્પ

પ્રકટીકરણનું પુસ્તક જૂના કરારમાંની છબીનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, યોહાન શેતાનને સર્પ તરીકે ઉલ્લેખ કરે છે. આ છબી એદન વાડીના બનાવમાંથી આવી છે જ્યારે શેતાને હવાનું પરીક્ષણ કર્યું હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""આકાશમાં એક મોટું ચિહ્ન દેખાયું""

અહીં નિષ્ક્રિય વાણીનો ઉપયોગ કરીને, યોહાન એ નથી કહેતો કે આકાશમાં આ મોટું ચિહ્ન કોણે જોયું. જો તમારી ભાષામાં નિષ્ક્રિય વાણી ન હોય અને વિષય અસ્પષ્ટ હોય ત્યારે અનુવાદ મુશ્કેલ થઈ પડેછે. ઘણા અંગ્રેજી અનુવાદો અહીં ભૂતકાળનો ઉપયોગ કરે છે અને કહે છે "" આકાશમાં એક મોટું ચિહ્ન દેખાયુ હતુ."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/writing-apocalypticwriting]])