gu_tn_old/php/front/intro.md

9.3 KiB

ફિલિપ્પીઓની પ્રસ્તાવના

ભાગ 1: સામાન્ય પ્રસ્તાવના

ફિલિપ્પીઓના પુસ્તકની રૂપરેખા

  1. અભિવાદન, આભારસ્તુતિ અને પ્રાર્થના (1:1-11)
  2. પાઉલનો તેના સેવાકાર્ય વિશેનો અહેવાલ (1:12-26) 1.સૂચનાઓ
  • અડગ બનવું (1:27-30) -એક થવું (2:1-2)
  • નમ્ર બનવું (2:3-11)
  • ઈશ્વર જે તમારામાં કાર્યરત છે તેમની સાથે આપણા તારણને સાધી લેવું (2:12-13)
  • નિર્દોષ અને પ્રકાશમય બનવું (2:14-18)
  1. તિમોથી અને એપાફ્રદિતસ (2:19-30)
  2. જુઠ્ઠા શિક્ષકો વિશે ચેતવણી (3:1-4:1)
  3. વ્યક્તિગત સૂચના (4:2-5)
  4. આનંદ કરો અને ચિંતા કરશો નહીં (4:4-6)
  5. અંતિમ વિશેષ નોંધ -મૂલ્યો (4:8-9)
  • સંતોષ (4:10-20)
  • અંતિમ અભિવાદન(4:21-23)

ફિલિપ્પીઓનું પુસ્તક કોણે લખ્યું?

ફિલિપ્પીઓનું પુસ્તક પાઉલે લખ્યું. પાઉલ તાર્સસ શહેરનો હતો. તેના અગાઉના જીવનમાં તે શાઉલ તરીકે ઓળખાતો હતો. ખ્રિસ્તી વ્યક્તિ બન્યા પહેલા, પાઉલ ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓની સતાવણી કરી હતી. ખ્રિસ્તી બન્યા બાદ, લોકોને ઈસુ વિશે કહેતા તેણે સમગ્ર રોમન સામ્રાજ્યમાં અનેક વખત મુસાફરી કરી.

પાઉલે તેના રોમના કારાવાસ દરમિયાન આ પત્ર લખ્યો હતો.

ફિલિપ્પીઓનું પુસ્તક શેના વિશે છે?

પાઉલે આ પત્ર મકદોનિયાના એક શહેર, ફિલિપ્પીના વિશ્વાસીઓ માટે લખ્યો. ફિલિપ્પીઓએ જે ભેટ તેને મોકલી હતી તેના માટે તેઓનો આભાર માનવા આ પત્ર લખ્યો. તેના કારાવાસ વિશે જણાવવા ઉપરાંત તેઓ તેમના દુઃખોમાં પણ આનંદ કરે, તેવું પ્રોત્સાહન તે તેઓને આપવા માંગતો હતો. તેણે એપાફ્રદિતસ નામના વ્યક્તિ વિશે પણ તેમને લખ્યું. એપાફ્રદિતસ પાઉલ માટે ભેટ લઇને આવ્યો હતો. પાઉલની મુલાકાત લેતી વખતે, એપાફ્રદિતસ બીમાર પડ્યો. તેથી, પાઉલે તેને ફિલિપ્પી પરત મોકલવાનો નિર્ણય કર્યો. પાઉલે ફિલિપ્પીમાંના વિશ્વાસીઓને પ્રોત્સાહન આપ્યું કે જયારે એપાફ્રદિતસ તેઓ પાસે પરત ફરે ત્યારે તેઓ તેનું સ્વાગત કરે તથા તેની પ્રત્યે માયાળુ રહે.

આ પુસ્તકના શીર્ષકનો અનુવાદ કેવી રીતે થવો જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેના પારંપારિક શીર્ષક, “ફિલિપ્પીઓ” દ્વારા ઓળખવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ એક સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે “ફિલિપ્પીમાંની મંડળીને પાઉલનો પત્ર,” અથવા “ફિલિપ્પીમાંના ખ્રિસ્તીઓને પત્ર.” (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ 2: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

ફિલિપ્પી શહેર કેવું હતું?

ફિલિપ્પીની સ્થાપના, મહાન સમ્રાટ સિકંદરના પિતાએ મકદોનિયાના પ્રદેશમાં કરી હતી. આનો અર્થ એ થયો કે ફિલિપ્પીના નાગરિકો રોમના નાગરિકો પણ ગણાતા હતા. ફિલિપ્પીના લોકોને રોમના નાગરિકો હોવાનો ગર્વ હતો. પરંતુ પાઉલે વિશ્વાસીઓને કહ્યું કે તેઓ સ્વર્ગના નાગરિકો છે (3:20).

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

એકવચન અને બહુવચન “તમે”

આ પુસ્તકમાં, “હું” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. “તમે” શબ્દ લગભગ હંમેશા બહુવચન છે અને તે ફિલિપ્પીમાંના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. પરંતુ માત્ર 4:3 આનો અપવાદ છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-exclusive]] અને [[rc:///ta/man/translate/figs-you]])

આ પત્રમાં “ખ્રિસ્તના વધસ્તંભના શત્રુઓ” કોણ હતાં? (3:18)

“ખ્રિસ્તના વધસ્તંભના શત્રુઓ” સંભવત: એ લોકો હતા જેઓ પોતાને વિશ્વાસીઓ તરીકે ઓળખાવતા હતા પરંતુ તેઓ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરતા ન હતા. તેઓ એમ માનતા હતા કે ખ્રિસ્તમાં સ્વતંત્રતાનો અર્થ એ છે કે તેઓ જેમ ઇચ્છે તેમ વર્તી શકે છે અને ઈશ્વર તેમને સજા કરશે નહીં(3:19).

આ પત્રમાં “હર્ષ” અને “આનંદ” શબ્દોનો ઉપયોગ વારંવાર કેમ કરાયો હતો?

પાઉલ જયારે જેલમાં હતો ત્યારે તેણે આ પત્ર લખ્યો હતો(1:7). જો કે તે દુખ ભર્યા સમયોમાંથી પસાર થઇ રહ્યો હતો તો પણ પાઉલે ઘણી વખત કહ્યું કે તે આનંદીત હતો કારણ કે ઈશ્વર ઈસુ ખ્રિસ્ત દ્વારા તેના પ્રત્યે માયાળુ હતાં. તે તેના વાચકોને પ્રોત્સાહિત કરવા માગે છે કે તેઓ પણ ઈસુ ખ્રિસ્તમાં તેના જેવો સમાન વિશ્વાસ રાખે. (જુઓ:rc://*/ta/man/translate/figs-irony)

“ખ્રિસ્તમાં,” “પ્રભુમાં” વગેરે અભિવ્યક્તિ દ્વારા પાઉલનો અર્થ શો છે?

આ પ્રકારની અભિવ્યક્તિનો ઉલ્લેખ 1:1,8,13,14,26,27; 2:1,5,19,24,29; 3:1,3,9,14; 4:1,2,4,7,10,13,19,21માં છે. પાઉલનો હેતુ ખ્રિસ્ત અને વિશ્વાસીઓ સાથે ખૂબ જ નજીકના જોડાણના વિચારને વ્યક્ત કરવાનો છે. આ પ્રકારની વધુ અભિવ્યક્તિ માટે રોમનોના પુસ્તકની પ્રસ્તાવના જુઓ.

ફિલિપ્પીઓના પુસ્તકના લખાણના મુખ્ય મુદ્દાઓ શું છે?

  • કેટલાક સંસ્કરણોમા પત્રની છેલ્લી કલમના અંતે “આમેન” છે (4:23). ULT, UST અને અન્ય ઘણા આધુનિક સંસ્કરણોમાં નથી. જો “આમેન”નો સમાવેશ કરવામાં આવે, તો તેને કૌંસની અંદર મૂકવું જોઈએ ([]) તે દર્શાવવા માટે કે લગભગ તે ફિલિપ્પીઓની મૂળ પ્રત મુજબ નથી.

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)