gu_tn_old/php/03/intro.md

2.5 KiB

ફિલિપ્પીઓને પત્ર 03 સામાન્યનોંધો

માળખું અને બંધારણ

કલમ4-8માં, એક ન્યાયી યહૂદી તરીકે તેની યોગ્યતા માટે પાઉલ કેટલાક મુદ્દાઓની યાદી આપે છે. દરેક બાબતમાં, પાઉલ એક ઉદાહરણરૂપ યહૂદી હતો. પરંતુ તેનો વિરોધ તે ઈસુને જાણવાની મહાનતા દ્વારા કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/righteous)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

કૂતરાઓ

પ્રાચીન પૂર્વ નજીકના લોકો નકારાત્મક રીતે લોકોનો ઉલ્લેખ કરવા માટે કૂતરાની છબીનો ઉપયોગ કરતા હતાં. બધી સંસ્કૃતિઓમાં આ રીતે ""કૂતરાઓ"" શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી.

શરીરોનું પુનરુત્થાન

સ્વર્ગમાં લોકો કેવા હશે તેના વિશે આપણને બહુ જ ઓછી ખબર છે. પાઉલ અહીં શીખવે છે કે ખ્રિસ્તીઓ પાસે કોઈ વિશેષ પ્રકારનું મહિમાવંત શરીર હશે અને તે પાપથી મુક્ત હશે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/heaven]] અને[[rc:///tw/dict/bible/kt/sin]])

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

ઈનામ

ખ્રિસ્તી જીવનને વર્ણવવા પાઉલ વિસ્તૃત ઉદાહરણનો ઉપયોગ કરે છે. ખ્રિસ્તી જીવનનું લક્ષ્ય છે કે વ્યક્તિ તેના મરણ સુધી ખ્રિસ્ત જેવા બનવામાં વૃદ્ધિ પામે. આપણે આ લક્ષ્યને ક્યારેય સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ આપણે તેના માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.