gu_tn_old/phm/front/intro.md

5.9 KiB

ફિલેમોનને પત્રની પ્રસ્તાવના

ભાગ 1: સામાન્ય પ્રસ્તાવના

ફિલેમોનને પત્રની રૂપરેખા

  1. પાઉલનું ફિલેમોનને અભિવાદન (1:1-3)
  2. પાઉલ ફિલેમોનને ઓનેસિમસ વિશે વિનંતી કરે છે (1:4-21)
  3. સમાપન (1:22-25)

ફિલેમોનને પત્ર કોણે લખ્યો હતો

ફિલેમોનને પત્ર પાઉલે લખ્યો હતો. પાઉલ તાર્સસ શહેરનો વતની હતો. તેના અગાઉના જીવનમાં તે શાઉલ તરીકે ઓળખાતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલા, પાઉલ એક ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓની સતાવણી કરી હતી. ખ્રિસ્તી બન્યા બાદ, લોકોને ઈસુ વિશે કહેતા તેણે સમગ્ર રોમન સામ્રાજ્યમાં અનેક વખત મુસાફરી કરી હતી.

પાઉલે આ પત્ર લખ્યો ત્યારે તે જેલમાં હતો.

ફિલેમોનને પત્ર શેના વિશે છે?

પાઉલે આ પત્ર ફિલેમોન નામના વ્યક્તિને લખ્યો. ફિલેમોન એક ખ્રિસ્તી હતો જે કલોસ્સે શહેરમાં રહેતો હતો. તેની પાસે ઓનેસિમસ નામનો એક દાસ હતો. ઓનેસિમસ ફિલેમોન પાસેથી ભાગી ગયો હતો અને સંભવતઃ ફિલેમોન પાસેથી કંઈક ચોરીને પણ લઈ ગયો હતો. ઓનેસિમસ રોમ ગયો અને ત્યાં જેલમાં તેની મુલાકાત પાઉલ સાથે થઇ.

પાઉલે ફિલેમોનને કહ્યું કે તે ઓનેસિમસને પાછો તેની પાસે મોકલી રહ્યો છે. રોમન નિયમ પ્રમાણે ફિલેમોન પાસે ઓનેસિમસને મારી નાખવાનો હક હતો. પરંતુ પાઉલે કહ્યું કે ફિલેમોને ઓનેસિમસને ખ્રિસ્તી ભાઈ તરીકે પાછો સ્વીકારવો જોઈએ. તેણે એવી પણ સલાહ આપી કે ફિલેમોને ઓનેસિમસને પાઉલ પાસે પાછા આવવા તથા જેલમાં તેને મદદ કરવાની પરવાનગી આપવી જોઈએ.

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે થવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેના પારંપારિક શીર્ષક ""ફિલેમોન""થી ઓળખવાનુ પસંદ કરી શકે છે. અથવા તેઓ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે ""ફિલેમોનને પાઉલનો પત્ર"" અથવા ""પાઉલે ફિલેમોનને લખેલો પત્ર."" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ 2: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

શું આ પત્ર ગુલામી પ્રથાને મંજૂરી આપે છે?

પાઉલ ઓનેસિમસને તેના ભૂતપૂર્વ માલિક પાસે પાછો મોકલે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે પાઉલ ગુલામી પ્રથાને સ્વીકૃતી આપે છે. તેના બદલે, પાઉલ માનતો હતો કે લોકો જે કોઈ પરિસ્થિતીમાં હોય તે પરિસ્થિતિમાં તેઓએ ઈશ્વરની સેવા કરતાં રહેવું.

""ખ્રિસ્તમાં,"" ""પ્રભુમાં"" વગેરે અભિવ્યક્તિઓ દ્વારા પાઉલ શું કહેવા માંગે છે?

પાઉલનો અર્થ ખ્રિસ્ત અને વિશ્વાસીઓ સાથે ઘણી નજીકની ઐક્યતાના વિચારને વ્યક્ત કરવાનો હતો. આ પ્રકારની અભિવ્યક્તિ વિશે વધુ માહિતી માટે મહેરબાની કરીને રોમનોના પત્રની પ્રસ્તાવના જુઓ.

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

એકવચન અને બહુવચન ""તું""

આ પુસ્તકમાં, ""હું"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. ""તું"" શબ્દ લગભગ હંમેશા એકવચનમાં છે અને ફિલેમોનનો ઉલ્લેખ કરે છે. તેના બે અપવાદો 1:22 અને 1:25 છે. ત્યાં ""તમારી/તમારા"" એ ફિલેમોન અને વિશ્વાસીઓ કે જેઓ તેના ઘરે મળતા હતાં તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-exclusive]] અને [[rc:///ta/man/translate/figs-you]])