gu_tn_old/mrk/03/intro.md

4.6 KiB

માર્ક03 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટખ્યાલો

વિશ્રામવાર

વિશ્રામવારના દિવસે કાર્ય કરવું તે મૂસાના નિયમની વિરુદ્ધ હતું. ફરોશીઓ માનતા હતા કે વિશ્રામવારના દિવસે કોઈ બીમાર વ્યક્તિને સાજો કરવો તે ""કાર્ય"" હતું, તેથી જ્યારે ઈસુએ એક વ્યક્તિને વિશ્રામવારના દિવસે સાજો કર્યો ત્યારે તેઓએ કહ્યું કે તેમણે ખોટું કર્યુંછે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

""પવિત્ર આત્મા વિરુદ્ધ દુર્ભાષણ""

લોકો આ પાપ કરે છે ત્યારે તેઓશુંકરે છે અથવા કયા શબ્દો બોલે છે તે વિશે કોઈપણ ખાતરીપૂર્વક જાણતું નથી. જો કે, તેઓ કદાચ પવિત્ર આત્મા અને તેમના કાર્યનું અપમાન કરે છે. લોકોને સમજાવવા કે તેઓ પાપી છે અને માફી પ્રાપ્ત કરવા તેમને ઈશ્વર જરૂર છે, તે પવિત્ર આત્માના કાર્યનો એક ભાગ છે. તેથી, જે કોઈ પાપ કરવાનું બંધ કરવાનો પ્રયાસ કરતો નથી તે ઘણું કરીને આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/blasphemy]] અને [[rc:///tw/dict/bible/kt/holyspirit]])

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

બાર શિષ્યો

નીચે બાર શિષ્યોની સૂચિ આપેલી છે:

માથ્થીમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા,ઝબદીનો પુત્ર યાકૂબ, ઝબદીનો પુત્ર યોહાન, ફિલિપ, બર્થોલ્મી, થોમા, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની અને યહૂદાઇશ્કારિયોત.

માર્કમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીનો પુત્ર યાકૂબઅને ઝબદીનો પુત્ર યોહાન (તેઓની અટક તેણે બને-રગેસ પાડી, એટલે કે ગર્જનાના દીકરા), ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની અને યહૂદાઇશ્કારિયોત.

લૂકમાં

સિમોન (પિતર), આન્દ્રિયા, યાકૂબ અને યોહાન, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન (જે ઝેલોતસ કહેવાયો) અને યાકૂબનો દીકરો યહૂદા અને યહૂદાઇશ્કારિયોત.

થદ્દીકદાચ યાકૂબનો દીકરો યહૂદા,એ સમાન જ વ્યક્તિ છે.

ભાઈઓ અને બહેનો

મોટાભાગના લોકો તેમને જ “ભાઈ” અને “બહેન” કહે છે જેમના માતા પિતા એક જ હોય અને તેઓને તેમના જીવનોમાં સૌથી મહત્વપૂર્ણ લોકો માને છે. ઘણા લોકો જેઓના દાદા દાદી એક જ હોય તેમને “ભાઈ” અને “બહેન” કહે છે. આ અધ્યાયમાં ઈસુ કહે છે કે જેઓ ઈશ્વરને આધીન થાય છે તેઓ તેમના માટે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/brother)