gu_tn_old/mat/15/intro.md

3.1 KiB

માથ્થી 15 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતરો, વાંચનને સરળ બનાવવા માટે કવિતાની પ્રત્યેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુ ગોઠવે છે. કલમ 15: 8 -9 માંની કવિતા કે જેના શબ્દો જૂના કરારમાંથી લેવામાં આવ્યા છે, તેના સબંધી યુએલટી આ પ્રમાણે ગોઠવણ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""વડીલોની પરંપરા""

""વડીલોની પરંપરા"" એટલે યહૂદી ધાર્મિક આગેવાનોએ વિકસાવેલા મૌખિક નિયમો, જેના દ્વારા લોકો મૂસાના નિયમનું પાલન કરે તે સબંધી ખાતરીબદ્ધ થવા તેઓ ઈચ્છતા હતા. જો કે, તેઓ મૂસાના નિયમો કરતાં આ મૌખિક નિયમોને અનુસરવા માટે વધારે પ્રયત્ન કરતા હતા. ઈસુએ આ કારણે ધાર્મિક આગેવાનોને ઠપકો આપ્યો, અને તેના પરિણામે તે ધાર્મિક આગેવાનો ગુસ્સે થયા. (જુઓ: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

યહૂદીઓ અને વિદેશીઓ

ઈસુના સમયના યહૂદીઓ એવું વિચારતા હતા કે ફક્ત યહૂદીઓ જ તેમની જીવનશૈલી મારફતે ઈશ્વરને પ્રસન્ન કરી શકે છે. યહૂદીઓ અને વિદેશીઓને એમ બંનેને તેમના લોકો તરીકે ઈસુ સ્વીકારશે તે તેમના અનુયાયીઓને બતાવવા માટે ઈસુએ કનાની વિદેશી સ્ત્રીની પુત્રીને સાજી કરી.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

ઘેટું

બાઈબલ ઘણીવાર લોકોનો ઉલ્લેખ ઘેટાં તરીકે કરે છે કારણ કે ઘેટાંને તેમની સંભાળ લેવા માટે કોઈની જરૂર પડે છે. આ એટલા માટે છે કારણ કે તેઓ સારી રીતે જોઈ શકતા નથી અને તેઓ ઘણીવાર ત્યાં જાય છે જ્યાં જંગલી પ્રાણીઓ તેમને મારી નાખી શકતા હોય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)