gu_tn_old/mat/07/intro.md

2.1 KiB

માથ્થી 07 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઈસુએ તેમના ઉપદેશમાં ઘણા ભિન્ન વિષયો પર શિક્ષણ આપ્યું, જેથી જ્યારે પણ વિષય બદલી થાય ત્યારે તેને નવી પંક્તિમાં લખવો જેથી વાંચકને સમજવામાં મદદ મળી શકે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

માથ્થી 5-7

ઘણાં લોકો માથ્થી 5-7 અધ્યાયને પહાડ પરના ઉપદેશ તરીકે ઓળખાવે છે. આ એક લાંબો પાઠ છે જે ઈસુએ શીખવ્યો. બાઈબલ આ પાઠને/શિક્ષણને ત્રણ અધ્યાયોમાં વિભાજિત કરે છે, પરંતુ તે ક્યારેક વાચકને ગૂંચવણમાં મૂકી શકે છે. જો તમારી ભાષાની બાઈબલ આવૃત્તિ, આ શિક્ષણને વિભાગોમાં વિભાજિત કરે છે, તો ખાતરી કરો કે વાંચનાર સમજે કે આ સંપૂર્ણ ઉપદેશ એક લાંબુ શિક્ષણ છે.

""તેમના ફળ દ્વારા તમે તેમને જાણશો""

શાસ્ત્રમાં ફળ એ સામાન્યપણે ઉપયોગમાં લેવામાં આવતું ચિત્ર છે. તેનો ઉપયોગ સારી અથવા ખરાબ પ્રવૃત્તિઓના પરિણામનું વર્ણન કરવા માટે થાય છે. આ અધ્યાયમાં, સારા ફળ એ ઈશ્વરની આજ્ઞાઓ અનુસાર જીવવાનું ફળ છે. (જુઓ: rc://*/tw/dict/bible/other/fruit)