gu_tn_old/mat/06/22.md

2.6 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તારી"" અને ""તારા""ના ઉદાહરણો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તેમને બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

The eye is the lamp of the body ... is filled with light

તંદુરસ્ત આંખો કે જે વ્યકિતને સારી રીતે જોવામાં મદદરૂપ છે તેની સરખામણી બીમાર આંખો સાથે કરે છે જે આંખો વ્યકિતને અંધાપા તરફ દોરી જાય છે. આ એક રૂપક છે જે આત્મિક તંદુરસ્તીનો ઉલ્લેખ કરે છે. મોટાભાગે લોભને દર્શાવવા યહૂદી લોકો ""ખરાબ આંખ"" શબ્દસમૂહનો ઉપયોગ કરતા હતા. અહીં અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત હોય અને ઈશ્વર જે કહે તે પ્રમાણે જો તે જુએ અથવા સમજે તો તે વ્યક્તિ જે સારું છે તે કરે છે. જો વ્યક્તિ વધુ પ્રાપ્ત કરવાનો લોભ ધરાવતો હોય, તો તે વ્યક્તિ જે દુષ્ટ છે તે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

The eye is the lamp of the body

આ રૂપકનો અર્થ છે કે જેમ અંધારામાં દીવો વ્યક્તિને જોવા માટે મદદરૂપ છે તેમ આંખો વ્યક્તિને જોવાની પરવાનગી આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દીવાની જેમ, આંખ વસ્તુઓને સ્પષ્ટ રીતે નિહાળવાની મંજૂરી આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

eye

તમારે આને બહુવચનમાં અનુવાદ કરવાનું થઈ શકે છે, “આંખો.”