gu_tn_old/mat/03/intro.md

2.2 KiB

માથ્થી 03 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતર જૂના કરારમાંથી લેવાયેલા અવતરણોને બાકીના લખાણથી અલગ પૃષ્ઠની જમણી તરફ ઉપર દર્શાવે છે. યુએલટી આવૃત્તિ આ પ્રમાણે ગોઠવણ કલમ ૩ના સંદર્ભમાં કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""પસ્તાવાને અનુરૂપ ફળ ઉપજાવો""

શાસ્ત્રમાં ફળ એક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું ચિત્ર છે. લેખકો સારા કે ખરાબ વર્તનના પરિણામોને વર્ણવવા માટે તેનો ઉપયોગ કરે છે. આ અધ્યાયમાં, સારા ફળ એ ઈશ્વરની આજ્ઞાઓ અનુસાર જીવવું થાય છે. (જુઓ: rc://*/tw/dict/bible/other/fruit)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""આકાશનું રાજ્ય પાસે આવ્યું છે""

જ્યારે યોહાન આકાશના રાજ્યની વાત કરે છે ત્યારે કોઈ પણ વ્યક્તિને તેની ખાતરી નથી કે તે રાજ્ય, હાલમાં છે કે પછી આવવાનું છે. અંગ્રેજી અનુવાદમાં વારંવાર "" હાથવગું"" શબ્દનો ઉપયોગ થાય છે, પરંતુ આ શબ્દોનો અનુવાદ કરવો મુશ્કેલ હોઈ શકે છે. અન્ય આવૃત્તિઓ ""પાસે આવે છે"" અને ""પાસે આવ્યું છે"" શબ્દસમૂહોનો ઉપયોગ કરે છે.”