gu_tn_old/mat/01/intro.md

2.5 KiB

માથ્થી 01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતરમાં જૂના કરારમાંથી અવતરણને બાકીના લખાણની તુલનાએ પૃષ્ઠની જમણી તરફ ગોઠવવામાં આવે છે. યુએલટી આ પ્રમાણે ગોઠવણ 1:23 માંના અવતરણ માટે કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

વંશાવળી

વંશાવળી એવી સૂચિ છે જે વ્યક્તિના પૂર્વજો અથવા વંશજોનો અહેવાલ દર્શાવે છે. યહૂદીઓએ રાજા નિયુક્ત કરવા માટે યોગ્ય માણસને પસંદ કરવા વંશાવળીનો ઉપયોગ કરતાં હતાં. તેઓ(યહૂદીઓ) આ પ્રમાણે વર્તતા કેમ કે રાજાનો દીકરો જ રાજા બની શકતો. મોટા ભાગના મહત્વપૂર્ણ લોકો પાસે તેમની વંશાવળીના અહેવાલો હતાં.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

નિષ્ક્રિય વાણી(કર્તાના સ્થાને કર્મની પ્રાથમિકતા સાથેનું વાક્ય)નો ઉપયોગ

માથ્થી આ અધ્યાયમાં ખૂબ હેતુપૂર્વક નિષ્ક્રિય વાણીનો ઉપયોગ કરાયો છે જે સૂચવે છે કે કોઈપણ સાથે મરિયમનો જાતીય સંબંધ હતો નહીં. પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા તેણીએ ગર્ભ ધારણ કરી ઈસુને જન્મ આપ્યો હતો. ઘણી ભાષાઓમાં નિષ્ક્રિય વાણી હોતી નથી, તેથી તે ભાષાઓમાં અનુવાદકોએ સમાન સત્યો પ્રસ્તુત કરવાની અન્ય રીતો શોધવી જરૂરી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)