gu_tn_old/luk/front/intro.md

12 KiB
Raw Permalink Blame History

લૂકની સુવાર્તાનો પરિચય

ભાગ 1: સામાન્ય પરિચય

લૂકના પુસ્તકની રૂપરેખા

  1. પ્રસ્તાવના અને લખવા માટેનો હેતુ (1:1-4)
  2. ઈસુનો જન્મ અને તેમના સેવાકાર્ય માટે તેમની તૈયારી (1:5-4:13)
  3. ગાલીલમાં ઈસુનું સેવાકાર્ય (4:14-9:50)
  4. યરૂશાલેમ તરફ ઈસુની મુસાફરી
  • શિષ્યપણું (9:51-11:13)
  • સંઘર્ષ અને ઈસુની વ્યથા (11:14-14:35)
  • જે વસ્તુઓ કે બાબતો ખોવાઈ ગઈ અને પરત મળી તે વિશેના દ્રષ્ટાંતો. પ્રમાણિકતા અને અપ્રમાણિકતા વિશેના દ્રષ્ટાંતો (15:1-16:31)
  • ઈશ્વરનું રાજ્ય (17:1-19:27)
  • યરૂશાલેમમાં ઈસુનો પ્રવેશ (19:28-44)
  1. ઈસુ યરૂશાલેમમાં (19:45-21:4)
  2. તેમના પાછા આવવા વિશે ઈસુનું શિક્ષણ (21:5-36)
  3. ઈસુનું મરણ, દફન, અને પુનરુત્થાન (22:1-24:53)

લૂકની સુવાર્તા શેના વિશે છે?

લૂકની સુવાર્તા એ નવા કરારના ચાર પુસ્તકોમાંનુ એક પુસ્તક છે જે ઈસુ ખ્રિસ્તના જીવનનું થોડું વર્ણન કરે છે. ઈસુ કોણ હતા અને તેમણે શું કર્યું તે અંગેના વિવિધ પાસાઓ વિશે સુવાર્તાઓના લેખકોએ લખ્યું છે. લૂકે તેની સુવાર્તા થિયોફિલ નામના વ્યક્તિ માટે લખી. લૂકે ઈસુના જીવનનું ચોકસાઈપૂર્વક વર્ણન કર્યું કે જેથી થિયોફિલ જે ખરું છે તે માટે ચોક્કસ થઈ શકે. જોકે, લૂક આશા રાખતો હતો કે સુવાર્તા ફક્ત થિયોફિલને જ નહિ પરંતુ સર્વ વિશ્વાસીઓને પણ ઉત્તેજન પૂરું પાડે.

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે થવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેના પારંપારિક શીર્ષક, ""લૂકની સુવાર્તા"" અથવા ""લૂક મુજબ સુવાર્તા"" રાખવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ જે શીર્ષક સ્પષ્ટ હોય જેમ કે, ""લૂકે લખેલી ઈસુ વિશેની સુવાર્તા"" રાખવાનું પસંદ કરી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

લૂકનું પુસ્તક કોણે લખ્યું?

આ પુસ્તક લેખકનું નામ જણાવતું નથી. આ પુસ્તક જેણે લખ્યું છે તેણે પ્રેરિતોનાં કૃત્યોનું પુસ્તક પણ લખ્યું છે. પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકના ભાગોમાં, લેખક ""આપણે"" શબ્દનો પ્રયોગ કરે છે. તે સૂચવે છે કે લેખકે પાઉલ સાથે મુસાફરી કરી છે. મોટા ભાગના વિદ્વાનો માને છે કે એ વ્યક્તિ લૂક હતો જેણે પાઉલ સાથે મુસાફરી કરી હતી. તેથી, શરૂઆતના ખ્રિસ્તી સમયથી જ, મોટા ભાગના ખ્રિસ્તી લોકો માનતા હતા કે લૂક અને પ્રેરિતોનાં કૃત્યો બંને પુસ્તકોનો લેખક લૂક જ હતો.

લૂક તબીબી વૈદ્ય હતો. તેના લખાણની રીત દર્શાવે છે કે તે શિક્ષિત વ્યક્તિ હતો. તે કદાચિત એક વિદેશી હતો. ઈસુએ જે કહ્યું તથા કર્યું તેનો કદાચિત લૂક પોતે સાક્ષી ન હતો. પરંતુ તેણે કહ્યું કે ઘણા લોકો જેઓ સાક્ષીઓ હતા તેઓ સાથે તેણે વાત કરી હતી.

ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

લૂકની સુવાર્તામાં સ્ત્રીઓની ભૂમિકાઓ શું છે?

લૂક તેની સુવાર્તામાં સ્ત્રીઓનું વર્ણન ઘણી હકારાત્મક રીતે કરે છે. ઉદાહરણ તરીકે, તેણે અવારનવાર દર્શાવ્યું કે સ્ત્રીઓ મોટા ભાગના પુરુષો કરતાં ઈશ્વર પ્રત્યે વધુ વિશ્વાસુ હોય છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/faithful)

શા માટે લૂક ઈસુના જીવનના અંતિમ અઠવાડિયા વિશે ઘણું બધુ લખે છે?

લૂકે ઈસુના અંતિમ અઠવાડિયા વિશે ઘણું બધુ લખ્યું. તે ઇચ્છતો હતો કે તેના વાચકો ઈસુના અંતિમ અઠવાડિયા અને તેમના વધસ્તંભ પરના મૃત્યુ વિશે ઊંડાણપૂર્વક વિચાર કરે. તે ઇચ્છતો હતો કે લોકો સમજે કે ઈસુ પોતાની ઇચ્છાથી વધસ્તંભ પર મરણ પામ્યા જેથી ઈશ્વર તેમની વિરુદ્ધ કરવામાં આવેલા લોકોના પાપો ક્ષમા કરે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/sin)

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

સમદર્શી સુવાર્તાઓ શું છે?

માથ્થી, માર્ક અને લૂકની સુવાર્તાઓને સમદર્શી સુવાર્તાઓ કહેવામાં આવે છે કારણ કે તેઓમાં ઘણા સમાન શાસ્ત્રભાગો આવેલા છે. ""સમદર્શી"" શબ્દનો અર્થ ""સાથે જોવું"" થાય છે.

લખાણને ""સમાંતર"" ત્યારે જ ગણવામાં આવે જ્યારે તેઓ સરખું હોય અથવા બે કે ત્રણ સુવાર્તાઓ વચ્ચે લગભગ સામ્યતાઓ હોય. સમાંતર શાસ્ત્રભાગોનું અનુવાદ કરતી વખતે, અનુવાદકોએ સમાન શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ અને જેટલું બને તેટલું તેને સમાન બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

શા માટે ઈસુ પોતાને ""મનુષ્ય પુત્ર"" તરીકે સંબોધે છે?

સુવાર્તાઓમાં, ઈસુ પોતાને ""મનુષ્ય પુત્ર"" તરીકે બોલાવે છે. તે દાનિયેલ 7:13-14 નો સંદર્ભ દર્શાવે છે. આ શાસ્ત્રભાગમાં ત્યાં એક વ્યક્તિ છે જેનું ""મનુષ્ય પુત્ર"" તરીકેનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનો અર્થ એમ કે તે વ્યક્તિ એવી હતી જે માનવ સમાન દેખાતી હતી. ઈશ્વરે મનુષ્ય પુત્રને સદાકાળને માટે દેશો પર શાસન કરવાનો અધિકાર આપ્યો. અને સર્વ લોકો સદાકાળ તેમની આરાધના કરશે.

ઈસુના સમયના યહૂદીઓ કોઈપણના માટે ""મનુષ્ય પુત્ર"" જેવા શીર્ષકનો ઉપયોગ કરતાં ન હતા. તેથી, ઈસુએ તેઓ પોતે ખરેખર કોણ હતા એ સમજવા તેઓની મદદ કરવા તેનો ઉપયોગ કર્યો. (જુઓ: rc://*/tw/dict/bible/kt/sonofman)

""મનુષ્ય પુત્ર"" શીર્ષકનું અનુવાદ કરવું ઘણી ભાષાઓમાં મુશ્કેલજનક બની શકે છે. વાચકો શાબ્દિક અનુવાદ અંગે ગેરસમજ કરી શકે છે. અનુવાદકો વિકલ્પોનો ઉપયોગ કરી શકે, જેમ કે ""એક માનવી."" શીર્ષકને સમજાવવા પાદનોંધનો સમાવેશ કરવો પણ મદદરૂપ બની શકે.

લૂકના પુસ્તકના લખાણોમાં મુખ્ય મુદ્દાઓ કયા છે?

નીચે આપવામાં આવેલ કલમો સૌથી પહેલાંની હસ્તપ્રતોમાં નથી. યુએલટી અને યુએસટી આ કલમોનો સમાવેશ કરે છે, પરંતુ અન્ય સંસ્કરણો તેનો સમાવેશ કરતાં નથી.

  • ""પછી સ્વર્ગમાંથી દૂત, તેમને બળ આપતો દેખાયો. વેદનામાં હોવાને કારણે, તેમણે વધુ નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો રક્તના મોટા ટીપાંની જેમ ભોંય પર પડ્યો."" (22:4344)
  • ""ઈસુએ કહ્યું, ""પિતા, તેઓને ક્ષમા કરો, કેમ કે તેઓ જે કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી."" (23:34)

નીચે આપેવામાં આવેલ કલમનો ઘણા આધુનિક સંસ્કરણોમાં સમાવેશ કરવામાં આવતો નથી. કેટલાક સંસ્કરણો તેને કૌસમાં દર્શાવે છે. અનુવાદકોને આ કલમનું અનુવાદ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તોપણ, જો અનુવાદકોના પ્રદેશમાં, જૂના બાઈબલનું સંસ્કરણ જો આ કલમનો સમાવેશ કરે છે, તો અનુવાદકો તેનો સમાવેશ કરી શકે છે. જો તેનું અનુવાદ થાય, તો તેને ચોરસ કૌંસની અંદર ([]) એ સૂચવવા રાખવું જોઈએ કે તે કદાચિત લૂકની મૂળ સુવાર્તા પ્રમાણે નથી.

  • ""કેમ કે પર્વના સમય દરમિયાન એક કેદીને મુક્ત કરવો એ તેને માટે આવશ્યક હતું"" (23:17)

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)