gu_tn_old/luk/20/intro.md

2.9 KiB

લૂક 20 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને બીજા લખાણથી દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તે વાંચવામાં સરળતા રહે. યુએલટી આ પ્રમાણે 20:17, 42-43 માંની કવિતાઓમાં કરે છે જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

લોકોને ફસાવવા માટે પ્રશ્નોનો ઉપયોગ કરવો

જ્યારે ઈસુએ ફરોશીઓને પૂછ્યું કે યોહાનને બાપ્તિસ્મા કરવાનો અધિકાર કોણે આપ્યો (લૂક 20:4), ત્યારે તેઓ જવાબ આપી શક્યા નહિ કારણ કે તેઓ જે પણ જવાબ આપે તે કોઈકને એ કહેવાનું કારણ આપશે કે તેઓ ખોટા હતા (લૂક 20:5-6). જ્યારે તેઓએ તેમને પૂછ્યું શું લોકોએ કૈસરને કર આપવો જોઈએ ત્યારે તેઓએ વિચાર્યું કે તેઓ કહેવા સક્ષમ થશે કે ઈસુ ખોટા હતા (લૂક 20:22), પરંતુ ઈસુએ તેઓને એવો જવાબ આપ્યો કે જે વિશે તેઓએ વિચાર્યું પણ ન હતું.

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

વિરોધાભાસ એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યને વર્ણવતું દેખાય છે. આ અધ્યાયમાં, ઈસુ ગીતશાસ્ત્રને ટાંકે છે જે જણાવે છે દાઉદ તેના પુત્રને ""પ્રભુ,"" એટલે કે, ""માલિક"" કહે છે. જોકે યહૂદીઓ માટે, પૂર્વજો તેમના વંશજો કરતાં મહાન હતા. આ ફકરામાં, ઈસુ તેમના સાંભળનારાઓને સાચી સમજણ તરફ દોરી જવા પ્રયાસ કરી રહ્યા છે કે મસીહા પોતે જ ઈશ્વરીય છે, અને તે પોતે જ મસીહા છે. (લૂક 20:41-44).