gu_tn_old/luk/04/intro.md

1.3 KiB

લૂક 04 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો વાંચવામાં સરળતા રહે માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે. યુએલટી 4:10-11, 18-19 ની કવિતા સાથે આ પ્રમાણે કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થયું હતું

જોકે એ ખરું છે કે શેતાન ખરેખર એમ માનતો હતો કે તે ઈસુને પોતાને આધીન થવા મનાવી શકે છે, તોપણ તે મહત્વનું છે કે આડકતરી રીતે એમ દર્શાવવામાં ન આવે કે ઈસુ ખરેખર કદીપણ તેને આધીન થવા ઇચ્છતા હતા.