gu_tn_old/luk/01/intro.md

1.6 KiB

લૂક 01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો વાંચવામાં સરળતા રહે માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ દૂર જમણી બાજુએ દર્શાવે છે. યુએલટી આ પ્રમાણે 1:46-55, 68-79 માં કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""તેને યોહાન તરીકે ઓળખવામાં આવશે""

પ્રાચીન સમયમાંના પૂર્વ નજીકના મોટા ભાગના લોકો બાળકને તેમના કુટુંબના કોઈકના નામ પ્રમાણેનું જ સમાન નામ આપતા હતા. લોકો આશ્ચર્યચકિત થયા કે એલિસાબેત અને ઝખાર્યાએ તેમના દીકરાનું નામ યોહાન પાડ્યું હતું કારણ કે તે નામ ધરાવનાર બીજું કોઈ પણ તેમના કુટુંબમાં હતું નહિ.

આ અધ્યાયમાં મહત્વના શબ્દાલંકાર

લૂકની ભાષા સરળ અને સ્પષ્ટ છે. તે ઘણા શબ્દાલંકારનો ઉપયોગ કરતો નથી.