gu_tn_old/jhn/front/intro.md

12 KiB

યોહાનની સુવાર્તાની પ્રસ્તાવના

ભાગ 1: સામાન્ય પ્રસ્તાવના

યોહાનની સુવાર્તાની રૂપરેખા

  1. ઈસુ કોણ છે તેનો પરિચય (1:1-18)
  2. ઈસુનુ બાપ્તિસ્મા થાય છે, અને તે બાર શિષ્યોને પસંદ કરે છે (1:19-51)
  3. ઈસુ લોકોને બોધ, શિક્ષણ અને સાજાપણું આપે છે. (2-11)
  4. ઈસુના મરણ પહેલાનાં સાત દિવસ (12-19)
  • મરિયમ ઈસુનાં પગનો અભિષેક કરે છે (12:1-11)
  • ઈસુ યરૂશાલેમમાં ગધેડા પર સવારી કરીને પ્રવેશ કરે છે. (12:12-19)
  • કેટલાક ગ્રીક માણસો ઈસુને જોવા માંગે છે (12:20-36)
  • યહૂદી આગેવાનો ઈસુનો નકાર કરે છે (12:37-50)
  • ઈસુ તેમના શિષ્યોને શિક્ષણ આપે છે (13-17)
  • ઈસુની ધરપકડ થાય છે અને અદાલતી કાર્યવાહીમાંથી પસાર થાય છે (18:1-19:15)
  • ઈસુને વધસ્તંભ પર જડવામાં આવે છે અને દફનાવવામાં આવે છે (19:16-42)
  1. ઈસુ મૃત્યુમાંથી સજીવન થાય છે (20:1-29)
  2. યોહાન કહે છે કે શા માટે તેણે તેની સુવાર્તા લખી (20:30-31)
  3. ઈસુ શિષ્યોને મળે છે (21)

યોહાનની સુવાર્તા શેના વિષે છે?

યોહાનની સુવાર્તા નવા કરારની ચાર સુવાર્તાઓમાંની એક છે જે ઈસુ ખ્રિસ્તના જીવનની થોડી બાબતોનું વર્ણન કરે છે. સુવાર્તાઓના લેખકોએ ઈસુ કોણ હતા અને તેમણે શું કર્યું તેના વિવિધ પાસાંઓ વિષે લખ્યું છે. યોહાને કહ્યું કે તેણે તેમની સુવાર્તા લખી છે કે જેથી ""લોકો વિશ્વાસ કરે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે, જીવંત ઈશ્વરના પુત્ર છે"" (20:31).

યોહાનની સુવાર્તા અન્ય ત્રણ સુવાર્તાઓથી ઘણી ભિન્ન છે. યોહાન અમુક શિક્ષણ અને ઘટનાઓનો સમાવેશ કરતો નથી જે અન્ય લેખકોએ તેમની સુવાર્તામાં સમાવેશ કર્યો છે. વળી, યોહાને અમુક શિક્ષણ અને ઘટનાઓ વિષે લખ્યું કે જે અન્ય સુવાર્તાઓમાં નથી.

ઈસુએ પોતાના વિષે જે કહ્યું હતું તે સાચું છે તે સાબિત કરવા ઈસુએ કરેલા ચમત્કારો વિષે યોહાને ઘણું લખ્યું છે (જુઓ: rc://*/tw/dict/bible/kt/sign)

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે થવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેનું પારંપારિક શીર્ષક, ""યોહાનની સુવાર્તા"" અથવા ""યોહાન આધારિત સુવાર્તા"" પસંદ કરી શકે છે. અથવા તેઓ કોઈ શીર્ષક પસંદ કરી શકે છે જે વધુ સ્પષ્ટ હોય, જેમ કે, ""યોહાને લખેલ ઈસુ વિષેની સુવાર્તા."" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

યોહાનની સુવાર્તા કોણે લખી? આ પુસ્તક લેખકનું નામ આપતી નથી. જો કે, શરૂઆતના ખ્રિસ્તી સમયાનુસાર, મોટાભાગના ખ્રિસ્તીઓ વિચારતા હતાં કે પ્રેરિત યોહાન આ સુવાર્તાનો લેખક છે.

ભાગ 2: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

યોહાન શા માટે ઈસુના જીવનના અંતિમ સપ્તાહ વિષે ઘણું બધુ લખે છે?

યોહાન ઈસુના અંતિમ સપ્તાહ વિષે ઘણું લખે છે. તે ઇચ્છે છે કે તેના વાચકો ઈસુના અંતિમ સપ્તાહ અને તેમના વધસ્તંભ પરના મૃત્યુ વિષે ઊંડો વિચાર કરે. તે ઇચ્છતો હતો કે લોકો સમજે કે ઈસુ સ્વેચ્છાએ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા જેથી ઈશ્વર તેઓને તેમની વિરુદ્ધ કરેલા પાપ માફ કરી શકે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/sin)

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

યોહાનની સુવાર્તામાં ""ટકી રહેવુ,"" ""રહેવું,"" અને વસવાટ કરવો"" શબ્દોનો અર્થ શું છે?

યોહાન વારંવાર ""ટકી રહેવુ,"" ""રહેવું,"" અને ""વસવાટ કરવો"" શબ્દોનો ઉપયોગ રૂપકો તરીકે કરે છે. યોહાન વિશ્વાસીઓને ઈસુને વધુ વિશ્વાસુ થવા માટે અને ઈસુને વધુ સારી રીતે ઓળખવા સારુ જાણે કે ઈસુનું વચન વિશ્વાસીમાં “રહે” તે માટે કહે છે. ઉપરાંત, યોહાન કોઈકને બીજા સાથે આત્મિક રીતે જોડાવાની વાત કરે છે જાણે કે તે વ્યક્તિ બીજી વ્યક્તિમાં ""રહેતી"" હોય. ખ્રિસ્તીઓને ખ્રિસ્તમાં અને ઈશ્વરમાં ""રહેવા"" કહેવામાં આવ્યું છે. પિતા એ પુત્રમાં ""રહેવા"" કહે છે, અને પુત્ર એ પિતામાં ""રહેવા"" કહે છે. પુત્રને વિશ્વાસીઓમાં ""રહેવા"" કહે છે. પવિત્ર આત્માને પણ વિશ્વાસીઓમાં ""રહેવા""નું કહે છે.

ઘણાં અનુવાદકોને આ વિચારોનું તેમની ભાષાઓમાં એક સમાન રીતે જ આલેખન કરવું અશક્ય લાગશે. ઉદાહરણ તરીકે, જ્યારે ઈસુએ કહ્યું કે, ""જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીએ છે તે મારામાં રહે છે, અને હું તેનામાં રહું છું"" ત્યારે તેમનો હેતુ એ પ્રદર્શિત કરવાનો હતો કે ખ્રિસ્તીઓ આત્મિક રીતે તેમની સાથે રહે (યોહાન 6:56). યુએસટી આવા વિચારનો ઉપયોગ કરે છે કે ""મારી સાથે જોડાશે, અને હું તેનામાં જોડાઈશ"" પરંતુ અનુવાદકોએ આ વિચાર વ્યક્ત કરવાનો અન્ય માર્ગ શોધવો જોઈએ. ફકરામાં એવું છે કે, ""જો મારું વચન તમારામાં રહે"" (યોહાન 15:7), યુએસટી આ વિચારને આવી રીતે વ્યક્ત કરે છે, ""જો તમે મારા સંદેશ મુજ્બ જીવશો."" આ અનુવાદને નમૂના તરીકે ઉપયોગ કરવાનું અનુવાદકોને શક્ય લાગતુ હશે.

યોહાનની સુવાર્તાના લખાણમાં કયા મુખ્ય મુદ્દાઓ છે?

નીચે આપેલી કલમો જૂની આવૃતિના બાઈબલમાં જોવા મળે છે પરંતુ મોટાભાગની આધુનિક આવૃતિમાં તેનો સમાવેશ નથી. અનુવાદકોને સલાહ આપવામાં આવે છે કે આ કલમોનું અનુવાદ કરવું નહિ. તોપણ, જો અનુવાદકોના પ્રાંતમાં, જૂની આવૃતિના બાઈબલમાં આ કલમો છે, તો અનુવાદકો તેનો સમાવેશ કરી શકે છે. જો તેઓનો અનુવાદ કરવામાં આવે તો, મૂળભૂત રીતે તે યોહાનની સુવાર્તા પ્રમાણે નથી તે દર્શાવવા માટે તેને ચોરસ કૌંસની([]) અંદર મૂકવું જોઈએ.

  • ""પાણી હાલવાની રાહ જોવી. કારણ કે પ્રભુનો દૂત પ્રસંગોપાત કૂંડમાં ઊતરીને પાણી હલાવતો અને પાણીના હાલ્યા પછી જે કોઈ પ્રથમ તેમાં જતો, તે તેના રોગથી નીરોગી થતો."" (5:3-4)
  • ""તેમની મધ્યેથી જતા રહેવુ, અને ચાલ્યા જવું"" (8:59)

બાઈબલની સૌથી જૂની અને આધુનિક આવૃતિમાં નીચેના ભાગનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ તે બાઈબલની શરૂઆતની નકલોમાં નથી. અનુવાદકોને આ ભાગને અનુવાદ કરવાની સલાહ આપવામાં આવે છે. મૂળભૂત રીતે તે યોહાનની સુવાર્તા પ્રમાણે નથી તે દર્શાવવા માટે તેને ચોરસ કૌંસની અંદર મૂકવું જોઈએ ([]).

  • વ્યભિચારી સ્ત્રીની વાત (7:53-8:11)

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)