gu_tn_old/jhn/13/intro.md

3.0 KiB

યોહાન 13 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ આધ્યાયની ઘટનાઓને સામાન્ય રીતે છેલ્લું ભોજન અથવા પ્રભુ ભોજન તરીકે ઓળખવામાં આવે છે. આ પાસ્ખાપર્વની ઉજવણી ઘણી રીતે ઈશ્વરના હલવાન તરીકે ઈસુનું બલિદાન આપવામાં આવે છે તેના જેવી છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/passover)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પગ ધોવા

પૂર્વની નજીક વસતા પ્રાચીન લોકો માનતા કે પગ ખૂબજ ગંદા હોય છે. ફક્ત નોકરો જ લોકોના પગ ધોતા હતા. શિષ્યો ઇચ્છતા ન હતા કે ઈસુ તેમના પગ ધુએ, કારણ કે તેઓ તેમને તેમના ગુરુ અને પોતાને તેમના દાસ માનતા હતા, પરંતુ તે તેઓને શીખવવા માંગતા હતા કે તેઓએ એકબીજાની સેવા કરવાની જરૂર છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

હું છું

આ પુસ્તકમાં યોહાન ઇસુને આ શબ્દો બોલતા ચાર વાર ટાંકે છે અને એકવાર આ અધ્યાયમાં. તેઓ સંપૂર્ણ વાક્ય તરીકે એકલા ઊભા રહે છે, અને તેઓ ""હું છું"" માટેના હિબ્રૂ શબ્દનો શાબ્દિક અનુવાદ કરે છે, જેના દ્વારા યહોવાએ પોતાની ઓળખ મૂસાને આપી. આ કારણોસર, ઘણાં લોકો માને છે કે જ્યારે ઈસુ આ શબ્દો બોલ્યા ત્યારે તે યહોવાહ હોવાનો દાવો કરી રહ્યા હતા. (જુઓ: rc://*/tw/dict/bible/kt/yahweh).

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""માણસનો પુત્ર""

ઈસુએ આ અધ્યાયમાં પોતાને ""માણસનો પુત્ર"" તરીકે દર્શાવેલ છે (યોહાન 13:31). તમારી ભાષા લોકોને કોઈ બીજા વિષે બોલતા હોય તેમ પોતાના વિષે બોલવાની મંજૂરી આપતા ન હોય (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sonofman]] અને [[rc:///ta/man/translate/figs-123person]])