gu_tn_old/jhn/10/intro.md

3.1 KiB

યોહાન 10 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઈશ્વરનિંદા

જ્યારે કોઈ વ્યક્તિ દાવો કરે છે કે તે ઈશ્વર છે અથવા ઈશ્વરે તેને બોલવાનું કહ્યું છે પણ તેને બોલવાનું કહ્યું હોતું નથી આને ઈશ્વરનિંદા કહેવામાં આવે છે. મૂસાનો નિયમ ઇઝરાએલીઓને આદેશ આપતો હતોકે ઇશ્વર નિંદા કરનારાને પથ્થરે મારવો. જ્યારે ઈસુએ કહ્યું, ""હું અને પિતા એક છીએ"", ત્યારે યહૂદીઓએ વિચાર્યું કે તે ઈશ્વરનિંદા કરે છે, તેથી તેઓએ તેમને મારી નાખવા માટે પથ્થર લીધા. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/blasphemy]] અને [[rc:///tw/dict/bible/kt/lawofmoses]])

આ અધ્યાયમાં મહત્વપૂર્ણ રૂપકો

ઘેટાં

ઈસુએ લોકોને ઘેટાં કહ્યાં કારણ કે ઘેટાં સારી રીતે જોતા નથી, તેઓ સારી રીતે વિચારતા નથી, ઘણીવાર તેઓ તેમની સંભાળ રાખનાર લોકોથી દૂર ચાલે છે અને જ્યારે અન્ય પ્રાણીઓ તેમના પર હુમલો કરે ત્યારે તેઓ પોતાનો બચાવ કરી શકતા નથી. ઈશ્વરના લોકો પણ તેમની વિરુદ્ધ બળવા કરે છે અને તેઓ ખોટા કામો કરે છે પણ જાણતા હોતા નથી.

ઘેટાંનો વાડો

ઘેટાંનો વાડો એવી જ્ગ્યા હતી જેની ફરતે પથ્થરની દિવાલ દિવાલ હતી જેમાં ભરવાડ પોતાના ઘેટાંને રાખતા હતા. એકવાર ઘેટાં વાડામાં જાય પછી ભાગી શકતા નથી, અને પ્રાણીઓ તેમજ ચોરો તેમને મારવા અથવા ચોરવા માટે સરળતાથી અંદર પ્રવેશ કરી શકતા નથી.

જીવન આપવું અને જીવન લેવું

ઈસુ તેમના જીવનની વાત કરે છે જાણે કે તે દૈહિક વસ્તુ હોય કે જેને તે આપી દે છે , મૃત્યુ માટેનું રૂપક અથવા ફરીથી લઇ લેવુ એ ફરીથી જીવંત થવાનું રૂપક.