gu_tn_old/jhn/01/intro.md

4.7 KiB

યોહાન 01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદોમાં કવિતાઓની દરેક પંક્તિને વાંચવી સરળ પડે માટે બાકીના લખાણ કરતાં જમણી બાજુએ ગોઠવેલ હોય છે. 1:23 ની કવિતા જે જૂના કરારમાંથી લેવામાં આવી છે તેને યુએલટી આ રીતે જ રજૂ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

“શબ્દ”

યોહાન “શબ્દ” શબ્દસમુહનો ઉપયોગ ઇસુને દર્શાવવા(યોહાન 1:1, 14)માટે કરે છે. યોહાન કહે છે કે સર્વ લોકો માટે ઈશ્વરનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ વાસ્તવિક રીતે ઈસુ છે એટ્લેકે દેહધારી એક વ્યક્તિ. (જુઓ: rc://*/tw/dict/bible/kt/wordofgod)

અજવાળુ અને અંધારુ

બાઈબલ વારંવાર અન્યાયી લોકો વિષે કહે છે, તેઓ એવા લોકો છે કે જેઓ ઈશ્વર પ્રસન્ન્ન થાય તેવા કામો કરતા નથી, જાણે કે તેઓ અંધકારમાં આમતેમ ભટકી રહ્યા હોય. તે અજવાળાની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી બનવા માટે સક્ષમ કરે છે જેથી તેઓ શું ખોટું કરી રહ્યાં છે તે સમજી શકે અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/righteous)

""ઈશ્વરનાં બાળકો""

જ્યારે લોકો ઈસુમાં વિશ્વાસ કરે છે, ત્યારે તેઓ ""કોપના બાળકો""માંથી ""ઈશ્વરના બાળકો"" બની જાય છે. તેઓને ""ઈશ્વરના પરિવારમાં"" દત્તક લેવામાં આવે છે. તેઓને ""ઈશ્વરના પરિવારમાં"" દત્તક લેવામાં આવે છે. આ એક અગત્યનું ચિત્ર છે જેને નવા કરારમાં પ્રગટ કરવામાં આવ્યું છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/believe]] અને [[rc:///tw/dict/bible/kt/adoption]])

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપકો

યોહાન અજવાળા અને અંધકાર અને શબ્દના રૂપકોનો ઉપયોગ કરીને વાચકને કહે છે કે તે સારાં તેમજ ખરાબ વિષે અને ઈશ્વર લોકોને ઈસુ દ્વારા જે કહેવા માંગે છે તે વિષે વધુ લખશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

“આરંભમાં""

કેટલીક ભાષાઓ અને સંસ્કૃતિઓ જગતને એ રજૂ કરે છે જાણે કે તે પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે અને તેની કોઇ શરૂઆત હતી જ નહિ. પરંતુ ""ઘણાં લાંબા સમય પહેલા"" એ ""આરંભમાં"" થી ભિન્ન છે, અને તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમારું અનુવાદ યોગ્ય રીતે સંદેશાવ્યવહાર કરે છે.

""માણસનો પુત્ર""

ઈસુ પોતાને આ અધ્યાયમાં ""માણસના પુત્ર"" તરીકે ઉલ્લેખ કરે છે (યોહાન 1:51). તમારી ભાષામાં લોકો પોતે કોઈ બીજા વિષે બોલતા હોય એ રીતે બોલવાની મંજૂરી ન હોય. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sonofman]] અને [[rc:///ta/man/translate/figs-123person]])