gu_tn_old/jas/05/03.md

4.0 KiB

Your gold and your silver have become tarnished

પૃથ્વી પરની દોલત લાંબુ ટકતી નથી કે તેનું અનંતકાળિક કોઈ મૂલ્ય નથી. યાકૂબ આ પ્રસંગો વિશે એવી રીતે વાત કરે છે જાણે કે તેઓ અગાઉ બની ગયા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી દોલત સડી જશે, અને તમારા વસ્ત્રો ઉધઈ ખાઈ જશે. તમારું સોનું અને ચાંદી કટાઈ જશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-pastforfuture)

gold ... silver

શ્રીમંત લોકો માટે મૂલ્યવાન એવી બાબતોના ઉદાહરણ માટે આ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

have become tarnished ... their rust

કેવી રીતે સોનું અને ચાંદી બગડી જશે તેનું વર્ણન કરવા માટે આ શબ્દસમૂહોનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""બગડી જશે ... તેઓની બગડેલ પરિસ્થિતી"" અથવા ""કટાઈ ગયું ... તેઓનો કાટ

their rust will be a witness against you. It

તેઓની મૂલ્યવાન વસ્તુઓને કાટ લાગવા વિશે યાકૂબ એવી રીતે જણાવે છે જાણે કે તેઓ અદાલતના ઓરડામાં દુષ્ટને તેના ગુનાઓ માટે આરોપ મૂકનાર વ્યક્તિ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""અને જ્યારે ઈશ્વર તમારો ન્યાય કરશે, ત્યારે તમારો કટાઈ ગયેલો ખજાનો જાણે કે અદાલતમાં તમારા પર કોઈ આરોપ મૂકનાર વ્યક્તિના જેવો હશે. તેઓને કાટ લાગવો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-explicit]] )

will consume ... like fire

અહીં કાટ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે અગ્નિ હોય જે તેના માલિકોને સળગાવી દેનાર હોય. (જુઓ: [[rc:///ta/man/translate/figs-simile]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

your flesh

અહીં ""દેહ"" એટલે ભૌતિક શરીર. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

fire

અહીં અગ્નિના વિચારનો અર્થ લોકોને એ યાદ કરવા માટે છે કે અગ્નિ અવારનવાર ઈશ્વરની શિક્ષાના પ્રતિક સમાન છે જે સર્વ દુષ્ટો પર આવશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

for the last days

જ્યારે ઈશ્વર પોતાની સમક્ષ સર્વ લોકોનો ન્યાય કરશે એ સમયનો ઉલ્લેખ આ કરે છે. દુષ્ટો એવું વિચારે છે કે તેઓ ભવિષ્યને માટે દોલતનો સંગ્રહ કરી રહ્યા છે, પરંતુ તેઓ તેમના માટે ન્યાય ચૂકાદાનો સંગ્રહ કરી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે જ્યારે ઈશ્વર તમારો ન્યાય કરશે ત્યારે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)