gu_tn_old/heb/10/intro.md

3.5 KiB

હિબ્રૂઓ 10 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં, ઈસુનું બલિદાન કેવી રીતે મંદિરમાં ધરવામાં આવતા અર્પણો કરતાં શ્રેષ્ઠ હતું તેનું વર્ણન કરવાનું લેખક પૂર્ણ કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. 10:5-7, 15-17, 37-38 જે જૂના કરારના શબ્દો છે તે સબંધી યુએલટી આ પ્રમાણે ગોઠવણ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઈશ્વરનું ન્યાયશાસન અને પુરુસ્કાર/ઈનામ

ખ્રિસ્તી વ્યક્તિઓ માટે પવિત્ર જીવન જીવવું એ મહત્વનું છે. લોકો કેવી રીતે તેમનું ખ્રિસ્તી જીવન જીવ્યા તે માટે ઈશ્વર તેઓને જવાબદાર ગણશે. જોકે ખ્રિસ્તીઓ માટે ત્યાં અનંતકાળિક દંડાજ્ઞા નહીં હોય તેમ છતાંય દુષ્ટ કૃત્યોના પરિણામો છે અને હશે જ. વધુમાં, વિશ્વાસુ રીતે જીવન જીવનારને બદલો મળશે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/holy]], [[rc:///tw/dict/bible/kt/godly]] અને [[rc:///tw/dict/bible/kt/faithful]] અને [[rc:///tw/dict/bible/other/reward]])

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""કેમ કે વાછરડા અને ઘેટાંના રક્ત માટે પાપોને દૂર કરવા એ અશક્ય હતું""

અર્પણોના પોતામાં જ કોઈ ઉદ્ધારનું સામર્થ્ય ન હતું. તેઓ અસરકારક હતા કેમ કે તેઓ વિશ્વાસને દર્શાવતા હતા, જે અર્પણો આપનારને અર્થે ગણવામાં આવતા હતા. છેવટે તો એ ઈસુનું જ બલિદાન હતું જે પછીથી આ અર્પણોને ""પાપોને દૂર કરનાર"" બનાવે છે.(જુઓ: [[rc:///tw/dict/bible/kt/redeem]] અને [[rc:///tw/dict/bible/kt/faith]])

""કરાર જે હું કરીશ""

એ અસ્પષ્ટ છે કે લેખક જ્યારે આ લખી રહ્યા હતા ત્યારે આ પ્રબોધવાણી પરિપૂર્ણ થઈ હતી કે તે પછીથી બનનાર હતી. અનુવાદકોએ આ કરારની શરૂઆતના સમય વિશે દાવો કરવાનું ટાળવું જોઈએ. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/prophet]] અને [[rc:///tw/dict/bible/kt/covenant]])