gu_tn_old/heb/09/intro.md

3.9 KiB

હિબ્રૂઓ 09 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઈસુ કેવી રીતે મંદિર અને તેના સર્વ કાયદાઓ અને નિયમો કરતાં શ્રેષ્ઠ છે તેનું વર્ણન આ અધ્યાય કરે છે. જો જૂના કરારનાં પ્રથમ પાંચ પુસ્તકોનો અનુવાદ વાચકોની ભાષામાં હજુ નહીં થયો હોય તો આ અધ્યાય સમજવો મુશ્કેલ બનશે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

વસિયતનામું

વસિયતનામું એ કાયદેસરનો દસ્તાવેજ છે જે વર્ણવે છે કે વ્યક્તિના મરણ બાદ તેની માલ-મિલકતનું શું થશે.

રક્ત

જૂના કરારમાં, ઈશ્વરે ઇઝરાએલીઓને અર્પણો ચઢાવવા માટે આજ્ઞા આપી હતી કે જેથી તેઓ(ઈશ્વર) તેમને તેમના પાપો માફ કરી શકે. તેઓએ આ અર્પણો અર્પણ કરતાં પહેલા, પ્રથમ પ્રાણીઓની હત્યા કરવી પડતી અને ત્યારપછી કેવળ પ્રાણીના શરીરને જ નહીં પરંતુ તેના રક્તને પણ અર્પણ કરવું પડતું હતું. રક્ત વહેવડાવવું એ પ્રાણી કે વ્યક્તિની હત્યા માટેનું રૂપક છે. જ્યારે ઈસુએ પોતાના વધ માટે માણસોને પરવાનગી આપી ત્યારે તેમણે પોતાનું જીવન, પોતાનું રક્ત અર્પણ તરીકે ધરી દીધું. હિબ્રૂઓના પુસ્તકનો લેખક આ અધ્યાયમાં જણાવે છે કે આ અર્પણ, ઈસુનું અર્પણ એ જૂના કરારના અર્પણો કરતાં શ્રેષ્ઠ છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///tw/dict/bible/kt/covenant]])

ખ્રિસ્તનું પુનરાગમન

ઈશ્વર લોકોના પાપોની માફી આપી શકે તે માટે ઈસુ, પોતાના મૃત્યુ દ્વારા શરુ કરેલ કાર્યને પૂર્ણ કરવા પાછા આવશે. જેઓ ઈસુની રાહ જોઈ રહ્યા છે તે લોકોને બચાવવાનું કામ તેઓ(ઈસુ) પૂર્ણ કરશે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/save)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

પહેલો કરાર

તે ઈશ્વરે મૂસા સાથે કરેલા કરારનો ઉલ્લેખ કરે છે. જોકે, તેમણે આ કરાર કર્યો તે પહેલાં, ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરાર કર્યો હતો. પરંતુ આ પહેલો કરાર હતો જે ઈશ્વરે ઇઝરાએલ લોકો સાથે કર્યો હતો. ""પહેલાંના કરારને"" તમે ""પ્રથમ કરાર"" તરીકે અનુવાદ કરવાનું નક્કી કરી શકો.