gu_tn_old/gal/front/intro.md

12 KiB

ગલાતીઓના પત્રની પ્રસ્તાવના

ભાગ ૧: સામાન્ય પરિચય

ગલાતીઓના પત્રની રૂપરેખા

૧. પાઉલે ઈસુ ખ્રિસ્તના પ્રેરિત તરીકે પોતાનો અધિકાર જાહેર કર્યો; તે કહે છે કે તે જુઠા ઉપદેશથી આશ્ચર્ય પામ્યો છે જેને ગલાતીઓના ખ્રિસ્તીઓએ બીજા લોકો પાસેથી સ્વીકાર્યો છે. (૧:૧-૧૦). ૧. પાઉલ કહે છે કે માત્ર ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા જ લોકો ઉદ્ધાર/તારણ પ્રાપ્ત કરે છે, નિયમશાસ્ત્રનું પાલન જરૂરી નથી. (૧:૧૧-૨:૨૧). ૧. જ્યારે લોકો ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે ત્યારે જ ઈશ્વર લોકોને પોતાની સાથેના સબંધમાં સાચા ઠેરવે છે; ઈબ્રાહીમનું ઉદાહરણ; નિયમ જે શ્રાપ લાવે છે (અને તારણ માટેનું માધ્યમ નથી); હાગાર અને સારાહના દ્રષ્ટાંત દ્વારા ગુલામી અને સ્વતંત્રતાની સરખામણી કરવામાં આવી છે (૩:૧-૪:૩૧), ૧. જ્યારે લોકો ખ્રિસ્ત સાથે જોડાય છે, ત્યારે તેઓ મૂસાના નિયમ પાલનથી મુક્ત થાય છે. પવિત્ર આત્મા તેઓને દોરે તે રીતે જીવવા માટે પણ તેઓ સ્વતંત્રતા પામે છે. તેઓ પાપની માંગણીઓને નકારવા માટે સ્વતંત્ર કરાય છે. તેઓ એકબીજાના બોજને ઉચકવા સ્વતંત્ર કરાય છે (૫:૧-૬:૧૦). ૧. પાઉલ ખ્રિસ્તીઓને ચેતવણી આપે છે કે તેઓએ ફરજીયાત સુન્નત અને મૂસા દ્વારા અપાયેલ નિયમશાસ્ત્રના પાલનમાં વિશ્વાસ રાખવો નહીં. તેના બદલે, તેઓએ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવો જોઈએ (૬:૧૧-૧૮).

ગલાતીઓનો પત્ર કોણે લખ્યો?

તાર્સસ શહેરનો પાઉલ લેખક હતો. તે તેના પ્રારંભિક જીવનમાં શાઉલ તરીકે જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલા, પાઉલ એક ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓને સતાવ્યા હતા. ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસથી જીવનની શરૂઆત કર્યા પછી, તેણે ઘણી વખત આખા રોમન સામ્રાજ્યની મુસાફરી કરી લોકોને ઈસુ વિશે લોકોને જણાવ્યું હતું.

પાઉલે આ પત્ર ક્યારે અને ક્યાંથી લખ્યો તે વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. કેટલાક વિદ્વાનો માને છે એફેસસમાં લોકોને ઈસુ વિશે જણાવવા માટેની તેની બીજી મુસાફરી દરમ્યાન (પ્રે.કૃ.૧૯:૧) આ પત્ર પાઉલે લખ્યો. બીજા વિદ્વાનો માને છે કે તેની પ્રથમ સુવાર્તિક મુસાફરી પછી તુરંત જ પાઉલે આ પત્ર સિરિયાના અંત્યોખ શહેરથી (પ્રે.કૃ.૧૪;૨૬, ૧૫:૩૫) લખ્યો.

ગલાતીઓના પત્રનું પ્રયોજન/હેતુ શું છે?

પાઉલે આ પત્ર ગલાતીઆ પ્રાંતના બંને ખ્રિસ્તીઓ, યહૂદી અને બિનયહૂદી ખ્રિસ્તીઓને ઉદ્દેશીને લખ્યો. જૂઠા શિક્ષકો જેઓએ કહ્યું હતું કે ખ્રિસ્તીઓએ મૂસાના નિયમનું પાલન કરવાની જરૂર છે તેઓની વિરુદ્ધ પાઉલ લખવા માંગતો હતો. સુવાર્તાનો બચાવ કરતા પાઉલે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા તારણ પામે છે. લોકો ઈશ્વરની કૃપાના પરિણામ સ્વરૂપે તારણ પામે છે; સારા કૃત્યોના પરિણામ સ્વરૂપે નહીં. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે નિયમનું પાલન કરી શકતી નથી. મૂસાના નિયમનું પાલન કરીને ઈશ્વરને પ્રસન્ન કરવાનો કોઈ પણ પ્રયાસ ગલાતીઓ પર ઈશ્વરનો તિરસ્કાર લાવશે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/goodnews]], [[rc:///tw/dict/bible/kt/save]], [[rc:///tw/dict/bible/kt/faith]] અને[[rc:///tw/dict/bible/kt/lawofmoses]] અનેrc://*/tw/dict/bible/kt/works)

આ પત્રના શીર્ષકનો અનુવાદ કેવી રીતે કરવો જોઈએ?

અનુવાદકો આ પત્રને તેના પરંપરાગત શીર્ષક, ""ગલાતીઓ"" તરીકે ઓળખવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ એક સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે ""ગલાતીઓને પાઉલ પ્રેરિતનો પત્ર."" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ ૨: ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વપૂર્ણ વિચારો

""યહૂદીઓની જેમ જીવવા""નો અર્થ શો છે?(૨;૧૪)?

""યહૂદીઓની જેમ જીવવા""નો અર્થ એ છે કે, ઉદ્ધારને/તારણને અર્થે ખ્રિસ્તમાં વિશ્વાસ હોવા છતાં/ઉપરાંત મૂસાના નિયમને પાળવાનો આગ્રહ રાખવો. આ પ્રકારના શિક્ષણનો પ્રસાર કરનારા શરૂઆતના ખ્રિસ્તીઓને ""જ્યુડાઈઝર્સ"" તરીકે ઓળખવામાં આવતા હતાં.

ભાગ ૩: મહત્વપૂર્ણ અનુવાદ મુદ્દાઓ

પાઉલે આ પત્રમાં ""નિયમ"" અને ""કૃપા"" શબ્દનો ઉપયોગ કેવી રીતે કર્યો છે?

આ શબ્દોનો ઉપયોગ ગલાતીઓમાં ખાસ રીતે કરવામાં આવ્યો છે. ખ્રિસ્તી જીવન વિશે ગલાતીઓના પત્રમાં મહત્વપૂર્ણ શિક્ષણ છે. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાયી અથવા પવિત્ર જીવન જીવવા માટે વ્યક્તિએ નિયમો અને નિયમોના સમૂહનું પાલન કરવાની જરૂર હતી. પરંતુ હવે ખ્રિસ્તીઓ તરીકે પવિત્ર જીવન “ઈશ્વરની કૃપા” દ્વારા પ્રેરિત છે. એટલે કે ખ્રિસ્તીઓ ખ્રિસ્તમાં સ્વતંત્રતા ધરાવે છે અને તેથી તેઓએ નિયમોના વિશિષ્ટ સમૂહનું પાલન કરવાની જરૂરત નથી. તેના બદલે, ખ્રિસ્તીઓ પવિત્ર જીવન ઈશ્વર પ્રત્યે આભારીપણા સાથે જીવે કારણ કે ઈશ્વર તેઓ પ્રત્યે પુષ્કળ દયાવાન રહ્યા છે. આને ""ખ્રિસ્તનો નિયમ"" કહેવામાં આવે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/righteous]] અને[[rc:///tw/dict/bible/kt/holy]])

""ખ્રિસ્તમાં"", ""પ્રભુમાં"", વગેરે અભિવ્યક્તિ દ્વારા પાઉલ શું અર્થ સૂચવે છે?

આ પ્રકારની અભિવ્યક્તિ ૧:૨૨, ૨:૪, ૧૭; ૩:૧૪, ૨૬, ૨૮; ૫:૬, ૧૦માં દ્રશ્યમાન થાય છે. આ દ્વારા પાઉલનો હેતુ “ખ્રિસ્ત અને વિશ્વાસીઓના ખૂબ નજદીકી રીતે એક હોવાના” વિચારને વ્યક્ત કરવાનો હતો. સાથે સાથે તે જ સમયે અન્ય વિચારો સૂચવવાનો ઈરાદો પણ પાઉલ રાખતો હતો. ઉદાહરણ તરીકે, જુઓ (૨:૧૭) ""ઈશ્વર આપણને ખ્રિસ્તમાં ન્યાયી ઠરાવે તેવી ઇચ્છા આપણે રાખીએ છીએ"", જ્યાં પાઉલે ખ્રિસ્તના માધ્યમ દ્વારા ન્યાયી હોવાનું કહ્યું છે.

આ પ્રકારની અભિવ્યક્તિની વધુ માહિતી માટે કૃપા કરીને રોમનોને પત્રની પ્રસ્તાવના જુઓ.

ગલાતીઓના પત્રમાં મુખ્ય પ્રશ્નો ક્યા છે?

  • ""મૂર્ખ ગલાતીઓ, કોની દુષ્ટતા તમને ભરમાવી ગઈ? શું તમારી આગળ સાક્ષાત વધસ્તંભે જડાયેલા ખ્રિસ્ત ઈસુને પ્રગટ કરવામાં આવ્યા ન હતા""(૩:૧)? યુએલટી, યુએસટી અને અન્ય આધુનિક આવૃતિઓમાં આ પ્રમાણે વાંચન છે. જો કે, બાઇબલની જૂની આવૃતિઓ ઉમેરે છે કે, ""[જેથી] તમે સત્યનું પાલન ન કરો."" અનુવાદકોને આ અભિવ્યક્તિ સામેલ ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, અનુવાદકોના ભૌગોલિક વિસ્તારમાં જૂની બાઇબલની આવૃતિઓ ઉપલબ્ધ હોય જેમાં ઉપરોક્ત મુજબનો ઉમેરો હોય તો અનુવાદકો તેનો સમાવેશ કરી શકે છે. જો તેનો અનુવાદ થાય છે તો તે કદાચ ગલાતીઓના પત્ર પ્રમાણે અસલ નથી તે સૂચવવા માટે તેને ચોરસ કૌંસ ([])માં મૂકવું જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)