gu_tn_old/gal/06/intro.md

2.2 KiB

ગલાતી ૦૬ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

આ અધ્યાય પાઉલના પત્રને સમાપ્ત કરે છે. તેના અંતિમ શબ્દો કેટલાક મુદ્દાઓને સંબોધે છે જે પત્રના તેના બાકીના લખાણ સાથે સબંધિત ના હોય તેવું લાગે છે.

ભાઈઓ

પાઉલ આ અધ્યાયમાં ખ્રિસ્તીઓ માટેના શબ્દો લખે છે. તે તેમને ""ભાઈઓ"" કહે છે. આ પાઉલના ખ્રિસ્તી ભાઈઓનો ઉલ્લેખ કરે છે અને તેના યહૂદી ભાઈઓનો નહીં.

આ અધ્યાયના ખાસ ખ્યાલો

નવી ઉત્પતિ

જે લોકો નવો જન્મ/તારણ પામે છે તેઓ ખ્રિસ્તમાં નવી ઉત્પતિ છે. ખ્રિસ્તમાં ખ્રિસ્તીઓને નવું જીવન આપવામાં આવ્યું છે. ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યા પછી તેઓ પોતામાં નવો સ્વભાવ પામે છે. આ પાઉલ માટે વ્યક્તિની વંશાવળી કરતાં વધુ અગત્યનું છે (જુઓ: [[rc:///tw/dict/bible/kt/bornagain]] અને[[rc:///tw/dict/bible/kt/faith]])

આ અધ્યાયમાં બીજા કેટલાક શક્ય એવા મુશ્કેલ અનુવાદ

દેહ

આ એક જટિલ પ્રશ્ન છે. ""દેહ"" એ ""આત્મા"" સાથે વિરોધાભાસ છે. આ અધ્યાયમાં, શારીરિક શરીરને દર્શાવવા પણ દેહ શબ્દનો ઉપયોગ થયો છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/flesh]] અને[[rc:///tw/dict/bible/kt/sin]] અનેrc://*/tw/dict/bible/kt/spirit)