gu_tn_old/gal/05/intro.md

2.5 KiB

ગલાતી ૦૫ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

પાઉલ મૂસાના નિયમ વિશે લખવાનું એ રીતે જારી રાખે છે જાણે કે નિયમ વ્યક્તિને ફાંદામાં ફસાવે છે અથવા ગુલામ બનાવે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

આ અધ્યાયના વિશિષ્ટ વિચારો/ખ્યાલો

આત્માના ફળ

""આત્માના ફળ"" શબ્દસમૂહ બહુવચન નથી, તેમ છતાં તે કેટલીક બાબતોની યાદી શરૂ કરે છે. શક્ય હોય તો અનુવાદકોએ એકવચન સ્વરૂપ રાખવું. (જુઓ: rc://*/tw/dict/bible/other/fruit)

આ અધ્યાયમાં અલંકારિક પ્રયોગ

ઉદાહરણો/દ્રષ્ટાંતો

આ અધ્યાયમાં પાઉલ તેના મુદ્દાઓ અને જટિલ પ્રશ્નોને સમજાવવા માટે કેટલાક રૂપકોનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ અધ્યાયમાં અન્ય અનુવાદની શક્ય મુશ્કેલીઓ

""તમે જેઓ નિયમ[શાસ્ત્રના પાલન]થી ન્યાયી ઠરવા ચાહો છો તેઓ તમે ખ્રિસ્તથી અલગ થયા છો; તમે કૃપાથી વિમુખ થયા છો."" કેટલાક વિદ્વાનોને લાગે છે કે પાઉલ શીખવે છે કે સુન્નત કરાવવી તે વ્યક્તિઓને તેમનું તારણ ગુમાવવાનું કારણ બને છે. બીજા વિદ્વાનો માને છે કે પાઉલનો અર્થ એ છે કે ઈશ્વર સાથે ન્યાયી ઠરવા માટે નિયમશાસ્ત્રના પાલનનો પ્રયાસ વ્યક્તિને કૃપા દ્વારા તારણ/ઉદ્ધાર પામવાથી વિમુખ રાખશે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/grace)