gu_tn_old/gal/04/intro.md

3.0 KiB

ગલાતી ૦૪ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

વાંચન સરળ બને તે હેતુથી કેટલાક ભાષાંતરોમાં કવિતાની પ્રત્યેક પંક્તિને બાકીના લખાણથી અલગ જમણી તરફ ગોઠવી છે. યુએલટી આ પ્રમાણે ગોઠવણ કલમ ૨૭ માટે કરે છે, જે અવતરણ જુના કરારમાંથી લેવામાં આવ્યું છે.

આ આધ્યાયમાં વિશિષ્ઠ વિચારો

પુત્રપણું

પુત્રપણું એક અઘરો મુદ્દો છે. ઇઝરાયેલના પુત્રપણાં વિશે વિદ્વાનો પાસે ઘણા મંતવ્યો છે. પુત્રપણાંનો ઉલ્લેખ કરી પાઉલ શીખવે છે કે જેઓ નિયમ તળે છે તેઓ કેવી રીતે જેઓ ખ્રિસ્તમાં છે તેમનાથી અલગ છે. ઈબ્રાહીમના બધા જ શારીરિક વંશજો ઈશ્વર દ્વારા ઈબ્રાહીમને આપેલા વચનોનો વારસો પામ્યા નહીં. ફક્ત ઈસહાક અને યાકુબ દ્વારા તેના વંશજોએ વચનોનો વારસો પ્રાપ્ત કર્યો. એમ જેઓ વિશ્વાસથી ઈબ્રાહિમને આત્મિકતામાં અનુસરે છે તેઓને જ ઈશ્વર પોતાના પરિવારમાં સ્વીકારે છે. તેઓ વારસાથી ઈશ્વરના સંતાનો છે. પાઉલ તેઓને ""વચનના સંતાન"" કહે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/inherit]], [[rc:///tw/dict/bible/kt/promise]], [[rc:///tw/dict/bible/kt/spirit]] અને[[rc:///tw/dict/bible/kt/faith]] અનેrc://*/tw/dict/bible/kt/adoption)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

અબ્બા, પિતા

""અબ્બા"" એ અરામિક શબ્દ છે. પ્રાચીન ઇઝરાયલમાં, લોકો આ શબ્દનો અનૌપચારિક ઉપયોગ પોતાના પિતાઓને સંબોધન કરવા માટે કરતા હતા. પાઉલ આ શબ્દને ગ્રીક અક્ષરોમાં લખીને તેના અવાજનું ""લિવ્યંતર કરે છે (એક લિપિ કે ભાષામાંનું લખાણ બીજી લિપિમાં લખવું)."" (જુઓ: rc://*/ta/man/translate/translate-transliterate)