gu_tn_old/gal/02/intro.md

2.6 KiB

ગલાતીઓનો પત્ર ૦૨ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

પાઉલ સાચી સુવાર્તાનો બચાવ કરવાનું ચાલુ રાખે છે. આની શરૂઆત [ગલાતી ૧:૧૧] (../01/11.md).

આ પત્રના વિશિષ્ટ વિચારો/ખ્યાલો

સ્વતંત્રતા અને ગુલામી

આખા પત્ર દરમ્યાન, પાઉલ સ્વતંત્રતા અને ગુલામીના વિરોધાભાસને દર્શાવે છે. ખ્રિસ્તીઓ ખ્રિસ્તમાં ઘણી વિવિધ વસ્તુઓ કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ જે ખ્રિસ્તીઓ મૂસાના નિયમનું પાલન કરવાનો પ્રયત્ન કરે છે તેઓએ તે નિયમને સંપૂર્ણપણે અનુસરવાની જરૂર છે. પાઉલ દર્શાવે છે કે નિયમનું પાલન કરવું એક પ્રકારની ગુલામી છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

આ અધ્યાયમાં અનુવાદને લગતી બીજી શક્ય મુશ્કેલીઓ

""હું ઈશ્વરની કૃપાને નકારતો નથી""

પાઉલ શીખવે છે કે, જો કોઈ ખ્રિસ્તી વ્યક્તિ મૂસાના નિયમને અનુસરવાનો પ્રયત્ન કરે છે, તો ઈશ્વરે તેના પર દર્શાવેલ કૃપાને તે સમજી શકતો નથી. આ એક મૂળભૂત ભૂલ છે. પરંતુ પાઉલ કાલ્પનિક ઘટનાઓના પ્રકાર તરીકે ""હું ઈશ્વરની કૃપાનો નકાર કરતો નથી"" શબ્દોનો ઉપયોગ કરે છે. આ નિવેદનનો હેતુ એવી રીતે જોવા મળે છે કે, ""જો તમે નિયમના પાલન દ્વારા ઉદ્ધાર પામવા યત્ન કરશો, તો તે ઈશ્વરની કૃપાને નકારી કાઢશે."" (જુઓ: [[rc:///tw/dict/bible/kt/grace]] અને[[rc:///ta/man/translate/figs-hypo]])