gu_tn_old/eph/front/intro.md

15 KiB

એફેસીઓની પ્રસ્તાવના

ભાગ 1: સામાન્ય પ્રસ્તાવના

એફેસીઓની રૂપરેખા

  1. અભિવાદન અને ખ્રિસ્તમાં આધ્યાત્મિક આશીર્વાદો માટેની પ્રાર્થના (1: 1-23)
  2. પાપ અને ઉદ્ધાર (2: 1-10)
  3. એકતા અને શાંતિ (2: 11-22)
  4. તમારામાં ખ્રિસ્તના પ્રગટ કરાયેલ મર્મો (3: 1-13)
  5. ઈશ્વરના મહિમાની સંપત તેઓને સામર્થ્યવાન કરે તે માટે પ્રાર્થના (3: 14-21)
  6. આત્માની ઐક્યતા, ખ્રિસ્તના શરીરનું નિર્માણ (4: 1-16)
  7. નવું જીવન (4: 17-32)
  8. ઈશ્વરનું અનુસરણ કરનારા થાઓ (5: 1-21)
  9. પત્નીઓ અને પતિઓ; બાળકો અને માતા-પિતા; દાસો અને માલિકો (5: 22-6: 9)
  10. ઈશ્વરના હથિયાર (6: 10-20)
  11. અંતિમ અભિવાદન (6: 21-24)

એફેસીઓનું પુસ્તક કોણે લખ્યું?

પાઉલે એફેસીઓને પત્ર લખ્યો. પાઉલ તાર્સસ શહેરનો વતની હતો. તેના અગાઉના જીવનમાં તે શાઉલ તરીકે ઓળખાતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલા, પાઉલ એક ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓની સતાવણી કરી હતી. ખ્રિસ્તી બન્યા બાદ, લોકોને ઈસુ વિશે કહેતા તેણે સમગ્ર રોમન સામ્રાજ્યમાં અનેક વખત મુસાફરી કરી હતી.

પ્રેરિત પાઉલે તેની એક મુસાફરી દરમિયાન એફેસસમાં, મંડળીની શરૂઆત કરવામાં મદદ કરી હતી. તે દોઢ વર્ષ સુધી એફેસસમાં રહ્યો હતો અને તેણે ત્યાંના વિશ્વાસીઓને મદદ કરી હતી. જ્યારે તે રોમની જેલમાં હતો ત્યારે કદાચ આ પત્ર પાઉલે લખ્યો હતો.

એફેસીઓનું પુસ્તક શેના વિશે છે?

આ પત્ર દ્વારા પાઉલે એફેસસના ખ્રિસ્તીઓને ખ્રિસ્ત ઈસુમાં તેમના માટે ઈશ્વરના પ્રેમને સમજાવ્યો. તેઓ હવે ખ્રિસ્ત સાથે એક થયા હતા તેથી જે આશીર્વાદો ઈશ્વર તેઓને આપી રહ્યા હતા તેનું વર્ણન પાઉલ કરે છે. તેણે સમજાવ્યું કે સર્વ વિશ્વાસીઓ, યહૂદી કે વિદેશી, બધા એકબીજા સાથે ઐક્યતામાં જોડાયેલા છે. પાઉલ તેમને પ્રોત્સાહન પણ આપવા માંગતો હતો કે તેઓ ઈશ્વરને પસંદ તેવું જીવન જીવે.

આ પુસ્તકના શીર્ષકનો અનુવાદ કેવી રીતે થવો જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેનું પારંપારિક શીર્ષક આપી શકે છે, ""એફેસીઓ"" અથવા તેઓ એક સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે ""એફેસસમાંની મંડળીને પાઉલનો પત્ર"" અથવા ""એફેસસમાંના ખ્રિસ્તીઓને પત્ર."" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

એફેસીઓના પત્રમાં ""અપ્રગટ સત્ય"" શું હતા?

યુએલટીમાં અનુવાદિત અભિવ્યક્તિ ""અપ્રગટ સત્ય"" અથવા ""છુપાવાયેલ"" છ વખત દ્રશ્યમાન થાય છે. આ અભિવ્યક્તિ દ્વારા પાઉલનો અર્થ હંમેશા કંઈક એવો હતો કે મનુષ્યો પોતાના પ્રયાસ દ્વારા તે અપ્રગટ સત્યને જાણી શકતા ના હોવાથી તેઓ માટે ઈશ્વરે તે સત્યને પ્રગટ કરવું પડે. એ સત્ય હમેંશા ઈશ્વર દ્વારા માનવજાતના ઉદ્ધારની યોજનાનો ઉલ્લેખ કરે છે. કેટલીકવાર તે યોજનાનો ઉલ્લેખ ઈશ્વર અને માનવજાત વચ્ચે શાંતિ સ્થાપવા વિશેનો તો કેટલીકવાર તે યોજનાનો ઉલ્લેખ ખ્રિસ્ત દ્વારા યહૂદીઓ અને વિદેશીઓને એક કરવાનો છે. હવે યહૂદીઓની સાથે સાથે સમાન રીતે વિદેશીઓ પણ ખ્રિસ્તના વચનોમાંથી લાભ પામવા યોગ્ય છે.

ઉદ્ધાર અને ન્યાયી જીવન જીવવા વિશે પાઉલ શું કહે છે?

પાઉલે આ પત્ર અને તેના બીજા પત્રોમાં ઉદ્ધાર અને ન્યાયીપણાના જીવન વિશે ઘણું બધું કહ્યું છે. તેણે કહ્યું કે ઈશ્વર ખૂબ દયાળુ છે અને તેમણે ખ્રિસ્તીઓને ઈસુ પરના તેમના વિશ્વાસને લીધે બચાવ્યા છે. તેથી, તેઓએ ખ્રિસ્તી બન્યા પછી ન્યાયી જીવન જીવવા દ્વારા દર્શાવવું જોઈએ કે તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/righteous)

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

એકવચન અને બહુવચન ""તમે""

આ પુસ્તકમાં, ""હું"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. ""તમે"" શબ્દ લગભગ હંમેશા બહુવચન છે અને આ પત્ર વાંચનારા વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. આમાં ત્રણ અપવાદો છે: 5:14, 6: 2, અને 6: 3. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

""નવું માણસપણું"" અથવા ""નવા મનુષ્ય"" શબ્દો દ્વારા પાઉલ શું કહેવા માંગે છે?

""નવું માણસપણું"" અથવા ""નવા મનુષ્ય""ના ઉલ્લેખ દ્વારા પાઉલ વિશ્વાસીઓને પવિત્ર આત્મા દ્વારા મળતા નવા સ્વભાવ વિશે વાત કરે છે. આ નવા સ્વભાવનું સર્જન ઈશ્વરની પ્રતિકૃતિમાં કરાયું છે. (જુઓ: 4:24). યહૂદીઓ અને વિદેશીઓ વચ્ચે જે સમાધાન ઈશ્વર આણે છે તે દર્શાવવા માટે પણ ""નવા મનુષ્ય"" શબ્દસમૂહનો ઉપયોગ કરાયો છે. ઈશ્વર સાથે જોડાયેલા લોકોને ઈશ્વર, એક પ્રજા તરીકે એકસાથે દર્શાવે છે (જુઓ: 2:15).

એફેસીઓના પત્રની યુએલટી આવૃત્તિમાં ""પવિત્ર"" અને ""શુદ્ધ કરવું""ના વિચારોને કેવી રીતે રજૂ કરાયા છે?

બાઈબલ કલમો આવા શબ્દોનો ઉપયોગ વિવિધ વિચારોમાંથી કોઈપણ એક વિચારને સૂચવવા માટે કરે છે. આ કારણસર, અનુવાદકો માટે તેમની સ્થાનિક ભાષાકિય આવૃત્તિમાં તેને સારી રીતે રજૂ કરવું મહદઅંશે મુશ્કેલ બને છે. અંગ્રેજીમાં અનુવાદ કરવા યુએલટી નીચેના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે:

*કેટલીકવાર એક ફકરામાંનો અર્થ નૈતિક પવિત્રતાને સૂચવે છે. સુવાર્તાને સમજવા ""પવિત્ર"" શબ્દનો ઉપયોગ જે હકીકતને રજૂ કરે છે તે સમજવાની અગત્યતા છે કે ખ્રિસ્તીઓ ખ્રિસ્તમાં એક થયા હોવાથી ઈશ્વર તેમને પાપરહિત તરીકે જુએ છે. ""પવિત્ર"" શબ્દનો બીજો ઉપયોગ એ વિચાર વ્યક્ત કરવાનો છે કે ઈશ્વર સંપૂર્ણ અને પવિત્ર છે. ત્રીજો ઉપયોગ એ વિચાર વ્યક્ત કરવાનો છે કે ખ્રિસ્તીઓએ જીવનમાં દોષ રહિત, નિર્દોષ રીતે વર્તવું જોઈએ. આ કિસ્સાઓમાં, યુએલટી આવૃત્તિ ""પવિત્ર,"" ""પવિત્ર ઈશ્વર,"" ""પવિત્ર વ્યક્તિઓ,"" અથવા ""પવિત્ર લોકો"" શબ્દો/ શબ્દસમૂહોનો ઉપયોગ કરે છે. (જુઓ: 1: 1, 4) *કેટલીકવાર કોઈ ફકરામાંનો અર્થ ખ્રિસ્તીઓ દ્વારા ભજવાયેલ કોઈ વિશેષ ભૂમિકાના સંદર્ભ વિના ખ્રિસ્તીઓ પ્રત્યેનો કોઈ સરળ સંદર્ભ સૂચવે છે. આ કિસ્સાઓમાં, યુએલટી આવૃત્તિ ""વિશ્વાસી"" અથવા ""વિશ્વાસીઓ"" શબ્દોનો ઉપયોગ કરે છે.

  • કેટલીકવાર કોઈ ફકરામાંનો અર્થ કોઈ એક વ્યક્તિને અથવા કોઈક વસ્તુને ફક્ત ઈશ્વર માટે જ અલાયદી કરવામાં આવી હોવાનું સૂચવે છે. આ કિસ્સાઓમાં, યુએલટી આવૃત્તિ ""અલગ કરાયેલ,"" ""ને સમર્પિત,"" અથવા ""માટે અનામત"" શબ્દસમૂહોનો ઉપયોગ કરે છે. (જુઓ: 3: 5)

આ વિચારોને તેમની પોતાની ભાષાકિય આવૃત્તિઓમાં રજૂ કરવા માટે ઘણીવાર યુએસટી આવૃત્તિ અનુવાદકોને મદદરૂપ થશે.

""ખ્રિસ્તમાં,"" ""પ્રભુમાં"" વગેરે અભિવ્યક્તિઓ દ્વારા પાઉલ શું કહેવા માંગે છે?

આપ્રકારનીઅભિવ્યક્તિ 1: 1, 3, 4, 6, 7, 9, 10, 11, 12, 13, 15, 20; 2: 6, 7, 10, 13, 15, 16, 18, 21, 22; 3: 5, 6, 9, 11, 12, 21; 4: 1, 17, 21, 32; 5: 8, 18, 19; 6: 1, 10, 18, 21માં રજૂ થાય છે. પાઉલનો હેતુ ખ્રિસ્ત અને વિશ્વાસીઓ વચ્ચેના ગાઢ સંબંધના વિચારને વ્યક્ત કરવાનો હતો. આ પ્રકારની અભિવ્યક્તિ વિશે વધુ માહિતી માટે મહેરબાની કરીને રોમનોના પત્રની પ્રસ્તાવના જુઓ.

એફેસીઓના પુસ્તકના લખાણના મુખ્ય મુદ્દાઓ શું છે?

*”એફેસસમાં""(1: 1). કેટલીક પ્રારંભિક હસ્તપ્રતોમાં આ અભિવ્યક્તિનો સમાવેશ નથી, પરંતુ તે કદાચ મૂળપત્રમાં છે. યુએલટી, યુએસટી અને ઘણી આધુનિક આવૃત્તિઓ તેનો સમાવેશ કરે છે.

  • ""કારણ કે આપણે તેમના શરીરના અવયવો છીએ"" (5:30). યુએલટી અને યુએસટી સહિતની મોટાભાગની આધુનિક આવૃત્તિઓ, ઉપરોક્ત લખાણ ધરાવે છે. કેટલીક જૂની આવૃતિઓ નીમ્નલેખિત લખાણ ધરાવે છે, ""કારણ કે આપણે તેમના શરીર અને તેમના હાડકાંના અવયવો છીએ."" જો અનુવાદકોના ભૌગોલિક વિસ્તારના અન્ય લખાણોમાં બીજા લખાણ પ્રમાણેનું લખાણ સ્વીકૃત હોય તો અનુવાદકો જૂની આવૃતિઓ પ્રમાણેના બીજા લખાણને પસંદ કરી શકે છે. જો અનુવાદકો જૂની આવૃતિઓ પ્રમાણેના લખાણને પસંદ કરે, તો તેઓએ વધારાના શબ્દોને ચોરસ કૌંસ([])ની અંદર મુકવા જોઈએ એમ દર્શાવવા કે સંભવતઃ તે શબ્દો એફેસીઓના પત્રની મૂળ પ્રત પ્રમાણે નથી.

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)