gu_tn_old/eph/02/intro.md

4.7 KiB

એફેસીઓ 02 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાય ઈસુમાં વિશ્વાસ કર્યા અગાઉના ખ્રિસ્તી જીવન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પાછળથી પાઉલ આ માહિતીનો ઉપયોગ કરી સમજાવે છે કે કેવી રીતે વ્યક્તિનું ખ્રિસ્ત અગાઉનું જીવન તેની “ખ્રિસ્તમાં” નવી ઓળખના જીવનથી સર્વથા ભિન્ન છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/faith)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

એક શરીર

આ અધ્યાયમાં પાઉલ મંડળી વિશે શીખવે છે. મંડળીમાં બે વિવિધ જૂથના લોકો (યહૂદીઓ અને વિદેશીઓ) હતા. તેઓ હવે એક જૂથ અથવા એક ""શરીર"" છે. મંડળીને ખ્રિસ્તના શરીર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે યહૂદીઓ અને વિદેશીઓ ખ્રિસ્તમાં એક છે.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

""અપરાધો અને પાપોમાં મૂએલા""

પાઉલ શીખવે છે કે જેઓ ખ્રિસ્તીઓ નથી તેઓ તેમના પાપોમાં ""મૂએલા"" છે. પાપ તેમને બંધનમાં બાંધે છે અથવા દાસ બનાવે છે અને તેઓને આત્મિક રીતે ""મૃત"" બનાવે છે. પાઉલ લખે છે કે ઈશ્વર ખ્રિસ્તીઓને ખ્રિસ્તમાં જીવંત બનાવે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/other/death]], [[rc:///tw/dict/bible/kt/sin]] અને [[rc:///tw/dict/bible/kt/faith]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

જગિક જીવનનું વર્ણન

બિન-ખ્રિસ્તીઓ કેવી રીતે જીવન જીવે છે તેનું વર્ણન પાઉલ વિવિધ રીતે કરે છે. તેઓ ""આ દુનિયાના માર્ગો પ્રમાણે જીવન જીવે છે"" અને તેઓ ""વાયુની સત્તાઓના શાસક અનુસાર જીવન જીવે છે,"" ""મનુષ્ય પાપી સ્વભાવની દુષ્ટ ઇચ્છાઓને પરિપૂર્ણ કરે છે"" અને ""શરીર તથા મનની ઇચ્છાઓને અમલમાં આણે છે.""

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""તે ઈશ્વર તરફથી ભેટ છે""

કેટલાક વિદ્વાનો માને છે કે ""તે"" શબ્દ અહીં તારણ/ઉદ્ધાર પામવાની ક્રિયાનો ઉલ્લેખ કરે છે. અન્ય વિદ્વાનો માને છે કે “તે” શબ્દ અહીં વિશ્વાસ જે ઈશ્વરની ભેટ છે, તેનો ઉલ્લેખ કરે છે. આ વિશે ગ્રીક ભાષામાં વિવિધ કાળોની સમાનતાને લીધે “તે” શબ્દ અહીં વિશ્વાસ દ્વારા ઈશ્વરની કૃપાથી તારણ પામેલા સર્વનો ઉલ્લેખ કરતો હોય તેની સંભાવના વધુ છે.

દેહ

આ એક જટિલ મુદ્દો છે. ""દેહ"" શબ્દ સંભવતઃ વ્યક્તિના પાપી સ્વભાવ માટેનું એક રૂપક છે. ""દેહમાં વિદેશીઓ"" શબ્દોનો અર્થ એ થાય છે કે એક સમયે એફેસીઓ ઈશ્વરના ભય વગર જીવન જીવતા હતા. આ કલમમાં માણસના શારીરિક ભાગનો ઉલ્લેખ કરવા માટે પણ ""દેહ"" શબ્દનો ઉલ્લેખ થયો છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/flesh)