gu_tn_old/eph/02/06.md

2.8 KiB

God raised us up together with Christ

અહીં ‘ઉઠાડવું’ એક રૂઢીપ્રયોગ છે જેનો ઉપયોગ મૃત્યુ પામેલી વ્યક્તિને જીવંત કરવાના સંદર્ભમાં કરાયો છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) કારણ કે ઈશ્વર, ખ્રિસ્તને જીવનમાં ફરીથી લાવ્યા હોવાથી તેમણે પાઉલ અને એફેસસના વિશ્વાસીઓને નવું આત્મિક જીવન આપી દીધું છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે આપણે ખ્રિસ્તના છીએ તેથી ઈશ્વરે આપણને નવું જીવન આપ્યું છે"" અથવા 2) કારણ કે ઈશ્વર ખ્રિસ્તને ફરીથી જીવનમાં લાવ્યા છે તેથી એફેસસના વિશ્વાસીઓએ માનવું કે તેઓ મૃત્યુ પછી ખ્રિસ્ત સાથે જીવશે, અને જાણે કે એફેસસના વિશ્વાસીઓનું પુનરુત્થાન થઇ ચૂક્યું છે તે રીતે પાઉલ તેઓના ફરીથી જીવવા સબંધી વાત કરી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ ઈશ્વર ખ્રિસ્તને ફરીથી જીવનમાં લાવ્યા તેમ ઈશ્વર અમને પણ જીવન આપશે તેવી ખાતરી અમે ધરાવી શકીએ છીએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-pastforfuture]] અને[[rc:///ta/man/translate/figs-idiom]])

in the heavenly places

સ્વર્ગીય સ્થાનોમાં. ""સ્વર્ગીય"" શબ્દ ઈશ્વર જ્યાં રહે છે તે સ્થળનો ઉલ્લેખ કરે છે. જુઓ કે આનો અનુવાદએફેસીઓ1: 3માં તમે કેવી રીતે કર્યો છે.

in Christ Jesus

ખ્રિસ્ત ઈસુમાં અને તેને સમાન અભિવ્યક્તિઓ એવા રૂપકો છે જે નવા કરારના પત્રોમાં વારંવાર જોવા મળે છે. તે અભિવ્યક્તિઓ ખ્રિસ્ત અને ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓ વચ્ચેના સૌથી મજબૂત સંબંધને વ્યક્ત કરે છે.