gu_tn_old/eph/01/intro.md

2.1 KiB

એફેસીઓ 01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

""હું પ્રાર્થના કરું છું""

પાઉલ અધ્યાયના આ ભાગને ઈશ્વર સ્તુતિની પ્રાર્થના કરવા માટે આલેખે છે. પરંતુ અહીં પાઉલ ફક્ત ઈશ્વર સાથે જ વાત કરી રહ્યો નથી. તે એફેસસમાંની મંડળીને શીખવે છે. તે એફેસીઓને એમ પણ કહે છે કે તે તેમના માટે પ્રાર્થના કેવી રીતે કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પૂર્વનિર્ધારણ/અગાઉથી નિર્મિત

ઘણા વિદ્વાનો વિશ્વાસ કરે છે કે આ અધ્યાય ""પૂર્વનિર્ધારણ/અગાઉથી નિર્મિત"" તરીકે ઓળખાતા વિષય વિશે શિક્ષણ આપે છે. આ બાઈબલના ""પૂર્વનિર્ધારિત/અગાઉથી નિર્મિત"" ખ્યાલ સાથે સંબંધિત છે. આનો ઉપયોગ કેટલાક વિદ્વાનો એમ સૂચવવા કરે છે કે ઈશ્વરે જગતના મંડાણની શરૂઆત કરી તે પહેલાંથી તેમણે, કેટલાક લોકોને અનંતકાળીક ઉદ્ધારને માટે પસંદ કર્યા છે. આ વિષય પર બાઈબલના શિક્ષણ વિશે ખ્રિસ્તીઓ અલગ અલગ વિચારો ધરાવે છે. તેથી આ અધ્યાયનો અનુવાદ કરતી વખતે અનુવાદકોએ સવિશેષ કાળજી લેવાની જરૂર છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/predestine)