gu_tn_old/col/front/intro.md

15 KiB

કલોસ્સીઓનો પરિચય

ભાગ ૧: સામાન્ય પરિચય

કલોસ્સીઓના પુસ્તકની રૂપરેખા

૧. અભિવાદન, આભારસ્તુતિ, અને પ્રાર્થના (૧:૧-૧૨) ૧. ખ્રિસ્ત એક વ્યક્તિ અને તેમનું કાર્ય

  • ઉદ્ધાર/મુક્તિ અને છૂટકારો (૧:૧૩-૧૪)
  • ખ્રિસ્ત: અદ્રશ્ય ઈશ્વરની છબી, અને એક કે જેઓના હાથ તળે સમગ્ર સર્જન/સૃષ્ટ્રિ છે તે (૧:૧૫-૧૭)
  • ખ્રિસ્ત મંડળીનું શિર છે, અને મંડળી ખ્રિસ્ત દ્વારા છે તથા મંડળી ખ્રિસ્ત પર આધારિત છે (૧:૧૮-૨૭) ૧. વિશ્વાસુપણાની કસોટી
  • જુઠા શિક્ષકો વિરુદ્ધ ચેતવણી (૨:૮-૧૯)
  • કઠોર નિયમો અને અક્ક્ડ પરંપરાઓ સાચી ઈશ્વરપરાયણતાના માપદંડ નથી (૨:૨૦-૨૩) ૧. શિક્ષણ અને જીવન
  • ખ્રિસ્તમાં જીવન (૩:૧-૪)
  • જૂનું અને નવું જીવન (૩:૫-૧૭) -ખ્રિસ્તી પરિવાર (૩:૧૮-૪:૧) ૧. ખ્રિસ્તી વર્તણુક (૪:૨-૬) ૧. સમાપન અને અભિવાદન
  • પાઉલ તુખિકસ અને ઓનેસિમસનો આભાર માને છે (૪:૭-૯)
  • પાઉલ તેના સહયોગીઓ તરફથી પણ અભિવાદન મોકલે છે (૪:૧૦-૧૪)
  • પાઉલ આર્ખિપસ અને લાવદિકિયાના ખ્રિસ્તીઓને માર્ગદર્શન આપે છે (૪:૧૫-૧૭)
  • પાઉલનું વ્યક્તિગત અભિવાદન (૪:૧૮)

કલોસ્સીઓનું પુસ્તક કોણે લખ્યું??

પાઉલે કલોસ્સીઓને પુસ્તક લખ્યું. પાઉલ તાર્સિસ શહેરનો હતો. તેના પ્રારંભિક જીવનમાં તે શાઉલ તરીકે ઓળખાતો હતો. ખ્રિસ્તી બન્યા અગાઉ, પાઉલ ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓને સતાવ્યા હતાં. ખ્રિસ્તી બન્યા પછી લોકોને ઈસુ વિશે કહેતા કહેતા, રોમન સામ્રાજ્યનો પ્રવાસ પાઉલે ઘણી વખત કર્યો હતો.

પાઉલ જ્યારે રોમની જેલમાં હતો ત્યારે તેણે આ પત્ર લખ્યો હતો.

કલોસ્સીનું પુસ્તક એ શેના વિશે છે?

પાઉલે આ પત્ર મધ્ય એશિયાના કલોસ્સી શહેરના વિશ્વાસીઓ માટે લખ્યો હતો. આ પત્રનો મુખ્ય ઉદ્દેશ સુવાર્તા વિરુદ્ધ જુઠા શિક્ષકોના હુમલાઓ સામે પ્રતિકાર કરવાનો હતો. તેણે તે કાર્ય, ઈસુની સ્તુતિ આરાધના ઈશ્વરની પ્રતિકૃતિ, સર્વના પાલનહાર અને મંડળીના શિર તરીકે કરવા દ્વારા કર્યું. પાઉલ ઈચ્છતો હતો કે તેઓ સમજે કે ઈશ્વર તેઓનો સ્વીકાર કરે તે માટે તેઓને એકમાત્ર ખ્રિસ્તની જ જરૂર હતી..

આ પુસ્તકના શીર્ષકનું ભાષાંતર કેવી રીતે કરવું જોઈએ?

ભાષાંતરકારો કદાચ આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક ""કલોસ્સીઓ"" દ્વારા ઓળખવાનું પસંદ કરે અથવા તેઓ થોડું વધારે સ્પષ્ટ શીર્ષક પસંદ કરે, જેમ કે ""કલોસ્સીમાંની મંડળીને પાઉલનો પત્ર,"" અથવા ""કલોસ્સીમાંના ખ્રિસ્તીઓને પત્ર."" (જુઓ:rc://*/ta/man/translate/translate-names)

ભાગ ૨: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

કયાં ધાર્મિક મુદ્દાઓ સંબંધી કલોસ્સીમાંની મંડળી સંઘર્ષ કરી રહી હતી?

કલોસ્સીમાંની મંડળીમાં જુઠા શિક્ષકો હતાં. તેમના ચોક્કસ શિક્ષણ વિષેની માહિતી આપણી પાસે ઉપલબ્ધ નથી. પરંતુ તેઓ કદાચ તેમના અનુયાયીઓને સ્વર્ગદૂતોની આરાધના કરવાનું તથા ધાર્મિક વિધિઓના કડક નિયમોને આધીન થવાનું શીખવતા હતા. તેઓ કદાચ એમ પણ શીખવતા હતા કે વ્યક્તિની સુન્નત થવી જ જોઈએ અને તે ફક્ત અમુક જ પ્રકારનો ખોરાક ખાઈ શકે. પાઉલે કહ્યું કે આ ખોટું શિક્ષણ માણસોના મનોમાંથી આવે છે અને ઈશ્વર તરફથી નહિ.

પાઉલે સ્વર્ગ અને પૃથ્વીની કલ્પનાનો ઉપયોગ કેવી રીતે કર્યો?

આ પત્રમાં, પાઉલે સ્વર્ગનો ઉલ્લેખ વારંવાર ""ઉપર/ઉપરની વાત"" તરીકે કર્યો છે. પૃથ્વી ""નીચે"" છે તેવું શાસ્ત્ર કહે છે તે પૃથ્વીથી તેણે સ્વર્ગને અલગ પાડ્યું. આ કાલ્પનિક ચિત્ર રજૂ કરવાનો હેતુ ખ્રિસ્તીઓને એવી રીતે જીવન જીવવાનું શીખવવાનો હતો કે જેનાથી ઉપર સ્વર્ગમાં રહેનાર ઈશ્વરને આદર મળે. પાઉલ એવું નથી શીખવતો કે પૃથ્વી કે શારીરિક દુનિયા દુષ્ટ છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/evil)

ભાગ ૩: ભાષાંતરના મહત્વના મુદ્દાઓ

ULT માં કલોસ્સીઓમાં “પવિત્ર” અને “શુદ્ધિકરણ” ના ખ્યાલોને કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે?

વિવિધ ખ્યાલો પૈકીના એક ખ્યાલને સૂચવવા માટે આવા શબ્દોનો ઉપયોગ શાસ્ત્રભાગો કરે છે. આ કારણોસર, ભાષાંતરકારો માટે તેમની ભાષાના ભાષાંતરોમાં આ ખ્યાલોની રજૂઆત સારી રીતે કરવી ઘણીવાર મુશ્કેલ બને છે. કલોસ્સીઓમાં, આ શબ્દો સામાન્ય રીતે ખ્રિસ્તીઓ દ્વારા ભજવાયેલ કોઈ વિશેષ ભૂમિકાને સૂચિત કર્યા વિનાનો સરળ સંદર્ભ સૂચવે છે. તેથી ULT માં કલોસ્સીઓ “વિશ્વાસીઓ” અથવા “તેમનામાં વિશ્વાસ કરનારાઓ” શબ્દોનો ઉપયોગ કરે છે. (જુઓ: ૧:૨, ૧૨, ૨૬)

શું ઈસુ ઉત્પન્ન કરાયેલ છે કે તેઓ અનાદિ છે?

ઈસુ કોઈ ઉત્પન્ન કરાયેલ કૃતિ નહિ પરંતુ હંમેશા અસ્તિત્વ ધરાવનાર ઈશ્વર છે. જો કે ઈસુ માનવી પણ બન્યા. કલોસ્સીઓ ૧:૧૫ માં સંભવિત ગૂંચવણની સંભાવના છે જ્યાં ઈસુ “સમગ્ર સૃષ્ટિના પ્રથમજનિત છે” તેવું વિધાન છે. આ વિધાનનો અર્થ એમ નથી કે ઈશ્વરે સર્વપ્રથમ તેમને બનાવ્યા પરંતુ આ વિધાનનો અર્થ છે કે ઈસુ સમગ્ર સૃષ્ટિ પર પ્રભુત્વ ધરાવે છે. ભાષાંતરનો સૂચિતાર્થ ‘ઈસુ ઉત્પન્ન કરાયેલ છે’ તેમ ના થાય તે માટે ભાષાંતરકારોએ સાવચેતી રાખવી.

“ખ્રિસ્તમાં,” “પ્રભુમાં,” વગેરે અભિવ્યક્તિ દ્વારા પાઉલ શું કહેવા માંગે છે?

પાઉલનો હેતુ ખ્રિસ્ત અને વિશ્વાસીઓ સાથેનો ગાઢ સંબંધ વ્યક્ત કરવાનો હતો. આ પ્રકારના વર્ણન માટે રોમનોના પુસ્તકની પ્રસ્તાવના જુઓ.

કલોસ્સીઓના લખાણમાં કયા મુખ્ય મુદ્દાઓ છે?

નીચેની કલમો માટે, બાઈબલના થોડા આધુનિક સંસ્કરણો જૂના સંસ્કરણોથી અલગ પડે છે. ULT લખાણમાં આધુનિક વાંચન છે અને જૂના વાંચનને નીચે નોંધમાં મૂકે છે. જો બાઈબલનું અનુવાદ સામાન્ય ક્ષેત્રમાં અસ્તિત્વમાં આવતું હોય, તો અનુવાદકારોએ આ સંસ્કરણોમાં જે વાંચન મળે છે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ. જો તેમ ન હોય, તો અનુવાદકારોને આધુનિક વાંચનને અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

  • “ઈશ્વર આપણા પિતા તરફથી તમને કૃપા અને શાંતિ થાઓ” (૧:૨). કેટલાક જૂના સંસ્કરણોમાં લાંબુ વાંચન છે: “ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા અને શાંતિ થાઓ.”
  • “એપાફ્રાસ, અમારા પ્રિય સાથી સેવક, જે અમારા વતી ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે” (૧:૭). કેટલાક જૂના સંસ્કરણોમાં “તમારા માટે” વાંચવામાં આવે છે: “એપાફ્રાસ, અમારો પ્રિય સાથી સેવક, તમારા માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક.”
  • “પિતા, જેમણે તમને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને સક્ષમ કર્યા છે” (૧:૧૨). કેટલાક જૂના સંસ્કરણોમાં વાંચવામાં આવે છે “પિતા, જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને લાયક બનાવ્યા છે.”
  • “તેમના પુત્રમાં આપણું તારણ છે” (૧:૧૪). કેટલાક જૂના સંસ્કરણોમાં વાંચવામાં આવે છે, “તેમના પુત્રમાં તેમના રક્ત દ્વારા આપણું તારણ છે.”
  • “અને અમને અમારા સર્વ અપરાધો માફ કરી દીધા છે” (૨:૧૩). કેટલાક જૂના સંસ્કરણોમાં વાંચવામાં આવે છે: “અને તમારા સર્વ અપરાધો માફ કર્યા.”
  • “જ્યારે ખ્રિસ્ત દેખાશે, કે જે તમારું જીવન છે”
  • (૩:૪). કેટલાક જૂના સંસ્કરણોમાં વાંચવામાં આવે છે, “જ્યારે ખ્રિસ્ત દેખાશે, કે જે આપણું જીવન છે.”
  • “આ બાબતોને માટે ઈશ્વરનો ક્રોધ આજ્ઞાભંગના પુત્રો આવે છે” (૩:૬), આ રીતે ULT, UST અને ઘણા અન્ય આધુનિક સંસ્કરણો વાંચે છે. જો કે, કેટલાક આધુનિક અને જૂના સંસ્કરણો આ રીતે વાંચે છે, “આ બાબતોને લીધે ઈશ્વરનો ક્રોધ આવે છે.”
  • “મેં તેને આ માટે તમારી પાસે મોકલ્યો, કે જેથી તમે અમારા વિશેની બાબતો જાણી શકો” (૪:૮). કેટલાક જૂના સંસ્કરણો વાંચે છે, “મેં તેને આ માટે તમારી પાસે મોકલ્યો, કે જેથી તે તમારાની વિશે બાબતો જાણી શકે.”

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)