gu_tn_old/act/25/intro.md

2.3 KiB

પ્રેરિતોનાં કૃત્યો 25 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

તરફેણ

આ શબ્દનો ઉપયોગ આ અધ્યાયમાં બે જુદી જુદી રીતે કરવામાં આવ્યો છે. જ્યારે યહૂદી આગેવાનો ફેસ્તુસને તરફેણ માટે પૂછ્યું, ત્યારે તેઓએ તેમને તે દિવસે તેમના માટે કંઈક વિશેષ કરવાનું કહ્યું હતું. તેઓ ઇચ્છતા હતા કે તે તેમના માટે કંઈક વિશેષ કરે નહિ કે કંઈક સામાન્ય બાબત. જ્યારે ફેસ્તુસ ""યહૂદીઓની કૃપા મેળવવા માગતો હતો,"" ત્યારે તે ઇચ્છતો હતો કે તેઓ તેને પસંદ કરે અને આવતા મહિનાઓ અને વર્ષોમાં તેમનું પાલન કરે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/favor)

રોમન નાગરિકત્વ

રોમનો ઇચ્છતા હતા કે ફક્ત રોમન નાગરિકો સાથે ન્યાય પૂર્વક વર્તન કરવામાં આવે. અને જેઓ રોમન નાગરિક ન હોય તેવા લોકો સાથે તેઓ ઇચ્છે તે પ્રમાણે વર્તન કરી શકે છે, પરંતુ તેઓએ રોમનના નિયમોનું પાલન કરવું જરૂરનું છે. કેટલાક લોકોએ જન્મથી જ રોમન નાગરિકત્વ ધારણ કર્યું હતું અને બીજાઓએ રોમન સરકારને નાણાં આપીને રોમન નાગરિક બન્યા હતા. રોમન નાગરિકની જેમ બિન-નાગરિક સાથે તેજ રીતે અધિકારીએ વર્તન કરવું.