gu_tn_old/act/10/intro.md

2.0 KiB

પ્રેરિતોનાં કૃત્યો 10 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

અશુદ્ધ

યહૂદીઓ માનતા હતા કે જો તેઓ કોઈ વિદેશી લોકોની મુલાકાત કરે અથવા તેમની સાથે ભોજન આરોગે તો તેઓ ઈશ્વરની દૃષ્ટિમાં અશુદ્ધ બની શકે છે. આ કારણ હતું કે ફરોશીઓએ તેની વિરુદ્ધ નિયમ બનાવ્યો હતો કારણ કે તેઓ લોકોને તે ખોરાક ખાવાનું બંધ કરાવવા માગતા હતા જે મૂસાના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અશુદ્ધ છે. મૂસાનો નિયમ જણાવે છે કે કેટલોક ખોરાક અશુદ્ધ છે, પરંતુ એમ કહ્યું નહોતું કે ઈશ્વરના લોકો વિદેશી લોકોની મુલાકાત લઈ શકતા નથી અથવા ખોરાક ખાઈ શકતા નથી. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/clean]] અને [[rc:///tw/dict/bible/kt/lawofmoses]])

બાપ્તિસ્મા અને પવિત્ર આત્મા

પિતરને સાંભળનારા લોકો પર પવિત્ર આત્મા ""આવ્યો.” આથી યહૂદી વિશ્વાસીઓએ જાણ્યું કે વિશ્વાસીઓની જેમ જ વિદેશી લોકો પણ ઈશ્વરના વચનો પ્રાપ્ત કરી શકે છે અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે. તે પછી, વિદેશી લોકોને બાપ્તિસ્મા આપવામાં આવ્યું.