gu_tn_old/2ti/01/intro.md

1.7 KiB

તિમોથીને 2 જા પત્રના 1 લા અધ્યાયની સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પાઉલ ઔપચારિક રીતે આ પત્રનો પરિચય કલમ 1-2 માં આપે છે. પ્રાચીન સમયમાં પૂર્વ તરફના લેખકો આ રીતે પત્રની શરૂઆત કરતાં હતાં.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

આત્મિક બાળકો

પાઉલે તિમોથીને ખ્રિસ્તી વ્યક્તિ અને મંડળીના આગેવાન તરીકે શિસ્તબદ્ધ કર્યો હતો. પાઉલે તેને ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા પણ દોર્યો હતો. તેથી, પાઉલ તિમોથીને ""વ્હાલા દીકરા"" તરીકે સંબોધે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/disciple]] અને [[rc:///tw/dict/bible/kt/spirit]])

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

સતાવણી

પાઉલે જ્યારે આ પત્ર લખ્યો ત્યારે તે જેલમાં હતો. સુવાર્તાને માટે સહન કરવાની તૈયારી રાખવાનું ઉત્તેજન પાઉલ તિમોથીને આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)