gu_tn_old/2ti/01/01.md

2.8 KiB

General Information:

જો અન્યત્ર નોંધવામાં આવ્યું ના હોય તો આ પુસ્તકમાં, ""આપણા"" શબ્દ પાઉલ (આ પત્રનો લેખક) અને તિમોથી (તે કે જેને આ પત્ર લખવામાં આવ્યો છે), તથા સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Paul

તમારી ભાષામાં પત્રના લેખકનો પરિચય કરાવવાની વિશેષ રીત હોઈ શકે છે. તેમ જ, લેખકનો પરિચય કરાવ્યા પછી તરત, યુએસટી આવૃત્તિ મુજબ, પત્ર કોને લખવામાં આવ્યો છે તે તમારે દર્શાવવાની જરૂર પડે.

through the will of God

ઈશ્વરની ઇચ્છાને કારણે અથવા ""કારણ કે આમ થવું ઈશ્વરે ઇચ્છયું તે માટે."" મનુષ્યની પસંદગીને કારણે નહીં પરંતુ ઈશ્વરે ચાહયું કે તે પ્રેરિત બને તે માટે પાઉલ પ્રેરિત બન્યો.

according to

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""ના હેતુને માટે."" તેનો અર્થ એ છે કે ઈસુમાં જીવનના ઈશ્વરના વચન વિશે કહેવા ઈશ્વરે પાઉલને નિમ્યો અથવા 2) ""ની સાથે સુસંગત."" તેનો અર્થ એ છે કે જેમ ઈશ્વર વચન આપે છે કે ઈસુ જીવન આપે છે, તે સમાન ઇચ્છાથી ઈશ્વરે પાઉલને પ્રેરિત બનાવ્યો.

of life that is in Christ Jesus

જીવન"" વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તે ઈસુની અંદરનો પદાર્થ હોય. ખ્રિસ્ત ઈસુ સાથે સંબંધિત હોવાને પરિણામે જે જીવન લોકો પ્રાપ્ત કરે છે તેનો એ ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જીવન જે આપણે ખ્રિસ્ત ઈસુ સાથે સંબંધિત હોવાને કારણે પ્રાપ્ત કરીએ છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)