gu_tn_old/2th/front/intro.md

8.3 KiB

૨ થેસ્સલોનિકાના પત્રની પ્રસ્તાવના

ભાગ ૧ : સામાન્ય પરિચય

૨ થેસ્સલોનિકાના પત્રની રૂપરેખા

૧. શુભેચ્છા અને આભારવિધિ (૧: ૧-૩-3) ૧. સતાવણીથી પીડાતા ખ્રિસ્તીઓ

  • તેઓ ઈશ્વરના રાજ્ય માટે અને સતામણીમાંથી છુટકારાના ઈશ્વરીય વચન માટે યોગ્ય છે(૧: ૪-૭) જેઓ ઈશ્વરના લોકોને સતાવે છે તેઓનો ન્યાય થશે ( ૧:૮-૧૨ ) 1 ઘણા વિશ્વાસીઓ ઈસુના બીજા આગમન વિષે ગેરસમજ ધરાવે છે.
  • ખ્રિસ્તનું બીજું આગમન હજી થયું નથી. (2: 1-2)
  • ખ્રિસ્તના બીજા આગમન પહેલા થનારી બિનાઓ (2: 3-12) 1પાઉલને ખાતરી છે કે ઈશ્વર થેસ્સલોનિકાના વિશ્વાસીઓને બચાવશે- “તેઓ તેમના તેડાંને વળગી રહે” માટે પાઉલ દ્વારા આહવાન (2: 13-15)
  • તેની પ્રાર્થના છે કે ઈશ્વર તેમને દિલાસો આપશે (2: 16-17)
  1. પાઉલ થેસ્સલોનિકાના વિશ્વાસીઓને વિનંતી કરે છે કે તેઓ તેના માટે પ્રાર્થના કરે . (3: 1-5)
  2. પાઉલ આળસુ વિશ્વાસીઓ વિશે આદેશ આપે છે (3: 6-15) 1 સમાપન (3: 16-17)

2 થેસ્સલોનિકીઓને પત્ર કોણ લખ્યો?

પાઉલે ૨ થેસ્સલોનિકીઓનો પત્ર લખ્યો. તે તાર્સસ શહેરથી હતો. તેના આગલા જીવનમાં તે શાઉલ તરીકે જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલા, પાઉલ એક ફરોશી હતો, તેણે ખ્રિસ્તીઓને સતાવ્યા હતા. ખ્રિસ્તી બન્યા પછી, તેણે ઘણી વાર રોમન સામ્રાજ્યમાં મુસાફરી કરીને ત્યાં વસતા લોકોને ઈસુ વિશે જણાવ્યું હતું.

પાઉલે કરિંથ શહેરમાંથી આ પત્ર લખ્યો હતો.

૨ થેસ્સલોનિકાના પત્ર વિશે શું જાણવા મળે છે?

પાઉલે આ પત્ર થેસ્સલોનિકા શહેરના વિશ્વાસીઓને લખ્યો હતો. તેણે વિશ્વાસીઓને પ્રોત્સાહન આપ્યું કારણ કે તેઓની સતાવણી થઈ રહી હતી. પાઉલે વિશ્વાસીઓને ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવા માર્ગદર્શન આપ્યું હતું. અને તે તેઓને ખ્રિસ્તના બીજા આગમન વિશે ફરીથી શીખવવા માંગતો હતો.

આ પત્રના શીર્ષકનું ભાષાંતર કેવી રીતે થવું જોઈએ?

અનુવાદકો આ પત્રને તેના પરંપરાગત શીર્ષક, "" ૨ થેસ્સલોનિકા "" અથવા ""બીજો થેસ્સલોનિકીઓ "" તરીકે પસંદ કરી શકે છે. અથવા તેઓ એક સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમકે "" થેસ્સલોનિકાની મંડળીને પાઉલનો બીજો પત્ર,"" અથવા ""પાઉલનો થેસ્સલોનિકામાંના ખ્રિસ્તીઓનો બીજો પત્ર."" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ ૨: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો

ઈસુનું ""બીજું આગમન"" શું છે?

પાઉલે ઈસુના પૃથ્વી પરના આખરી આગમન વિશે આ પત્રમાં ઘણું લખ્યું છે. જ્યારે ઈસુનું આગમન થશે ત્યારે તે સર્વ માનવજાતનો ન્યાય કરશે. તે જગત ઉપર પણ અધિકાર ચલાવશે. અને ત્યાં સર્વત્ર શાંતિ રહેશે. પાઉલે સમજાવ્યું કે ખ્રિસ્તના આગમન પહેલાં ""અન્યાયી માણસ/પાપના માણસ""નું આવવું થશે. આ વ્યક્તિ શેતાનની આજ્ઞા માનશે અને ઘણા લોકોને ઈશ્વરનો વિરોધ કરવાનું કહેશે. પરંતુ જ્યારે ઈસુ પાછા આવશે ત્યારે તેઆ આ વ્યક્તિનો નાશ કરશે.

ભાગ ૩: અનુવાદના મુખ્ય મુદ્દાઓ

""ખ્રિસ્તમાં"" અથવા ""પ્રભુમાં"" એ વિશે પાઉલનો કહેવાનો અર્થ શું છે, વિગેરે…?

પાઉલનો કહેવાનો અર્થ ખ્રિસ્ત અને વિશ્વાસીઓ સાથેના ખૂબ જ નજીકના સબંધ વ્યક્ત કરે છે. કૃપા કરીને આ પ્રકારની અભિવ્યક્તિ વિશે વધુ વિગતો માટે રોમનોને પત્રની પ્રસ્તાવના જુઓ.

૨ થેસ્સલોનિકીઓના પત્રના લખાણમાં કયા મુખ્ય મુદ્દાઓ છે?

નીચેની કલમો માટે, બાઇબલની આધુનિક આવૃત્તિઓ જૂની આવૃત્તિઓથી અલગ પડે છે. યુએલટી લખાણ તે આધુનિક વાંચન છે અને જૂનું વાંચન ફૂટનોટમાં(નીમ્ન્લેખિત નોંધમાં) મૂકે છે. જો સામાન્ય ક્ષેત્રમાં (વાચકોના વિસ્તારમાં) બાઈબલનું ભાષાંતર ઉપલબ્ધ હોય તો ભાષાંતરકારોએ તે આવૃત્તિના વાંચનનો ઉપયોગ કરવો જોઈએ. જો નહીં, તો અનુવાદકોને આધુનિક વાંચનને અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

*યુ.એલ.ટી, યુ.એસ.ટી. અને મોટા ભાગની આધુનિક આવૃત્તિઓમાં ""અન્યાયી માણસ પ્રગટ થશે” (૨:૩)., આ રીતે વાંચે છે. જૂની આવૃત્તિઓમાં ""અને પાપી માણસ પ્રગટ થશે.”

  • ""ઈશ્વરે તમને તારણના પ્રથમ ફળ તરીકે પસંદ કર્યા છે"" (૨:૧૩) યુએલટી, યુએસટી અને કેટલીક અન્ય આવૃત્તિઓ આ રીતે વાંચે છે. અન્ય આવૃત્તિઓમાં, ""ઈશ્વરે તમને તારણને માટે પ્રથમ પસંદ કર્યા છે.""

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)