gu_tn_old/2th/02/intro.md

1.9 KiB

૨ થેસ્સલોનિકા ૦૨ સામાન્ય નોંધો

આ અધ્યાયમાં વિશિષ્ટ વિચારો

""તેમની સાથે રહેવા માટે ભેગા થવું""

આભાગ એવા સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે ઈસુ તેમના પર વિશ્વાસ કરનારા લોકોને તેમની પાસે બોલાવશે. . અહીં ખ્રિસ્તના અંતિમ મહિમાવંત આગમનનો ઉલ્લેખ કરાયો છે કે કેમ? તે વિશે વિદ્વાનો ભિન્ન ભિન્ન મત ધરાવે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/believe)

પાપનો માણસ

આ અધ્યાયમાં ""વિનાશનો પુત્ર"" અને ""પાપનો માણસ” એ બન્ને સમાન છે. પાઉલ તેને જગતમાંના શેતાનના સક્રિય કાર્ય સાથે જોડે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/antichrist)

ઈશ્વરના મંદિરમાં બેસવું

આ પત્ર લખ્યાના કેટલાક વર્ષો પછી રોમન લોકોએ યરૂશાલેમના મંદિરનો નાશ કર્યો, કદાચ તેનો ઉલ્લેખ પાઉલ કરી રહ્યો છે. અથવા તે ભવિષ્યના ભૌતિક મંદિરનો ઉલ્લેખ કરી રહ્યો છે, અથવા તો કદાચ ઈશ્વરના લોકો/મંડળી કે જે ઈશ્વરનું આત્મિક મંદિર છે તેનો ઉલ્લેખ કરી રહ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)