gu_tn_old/2th/01/intro.md

1.9 KiB

૨ થેસ્સલોનીકા ૦૧ સામાન્ય નોંધ

માળખુ અને વ્યવસ્થા

કલમ ૧-૨ આ પત્રને ઔપચારિક રીતે રજૂ કરે છે. પ્રાચીન સમયોમાં પૂર્વ વિસ્તારના પત્રોમાં સામાન્ય રીતે આ પ્રકારની પ્રસ્તાવના જોવા મળતી હતી.

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું વિધાન છે કે જે કંઈક અશક્યનું વર્ણન કરે છે. ૪-૫ કલમ વિરોધાભાસ દર્શાવે છે: ""તમારી બધી સતાવણીમાં તમારી સહનશીલતા અને વિશ્વાસ તથા જે ધીરજ તમે દર્શાવો છો તે વિશે અમે વાત કરીએ છીએ. આ ઈશ્વરના ન્યાયી ચુકાદાનો સંકેત છે."" સામાન્ય રીતે લોકો એવું માનતા નથી કે ઈશ્વરમાં વિશ્વાસ કરનારની સતાવણી થાય તે ઈશ્વરના ન્યાયી ચુકાદાનો સંકેત છે. પરંતુ કલમ ૫-૧૦માં, પાઉલે સમજાવ્યું છે કે ઈશ્વર પર વિશ્વાસ કરનારાઓને ઈશ્વર કેવી રીતે બદલો આપશે અને જે લોકો તેમને સતાવશે તેઓનો ન્યાયકેવી રીતે કરશે. ([૨ થેસ્સલોનિકીઓ ૧:૪-૫] (./ ૦૪.એમડી))