gu_tn_old/2pe/front/intro.md

7.6 KiB

2 પિતરની પ્રસ્તાવના

ભાગ 1: સામાન્ય નોંધ

2 પિતરની રૂપરેખા. 1.પ્રસ્તાવના (1: 1-2)

  1. સારું જીવન જીવવાનું યાદ કરાવે છે કારણ કે ઇશ્વરે આપણને એ પ્રમાણે કરવાને સમર્થ કર્યા છે (1: 3-21)
  2. ખોટા ઉપદેશકો વિરુધ્ધ ચેતવણી (2: 1-22)
  3. ઈસુના બીજા આગમનની તૈયારી કરવા માટે ઉત્તેજન (3: 1-17)

પિતરનો બીજો પત્ર કોણે લખ્યો?

લેખક પોતાને સિમોન પિતર તરીકે ઓળખાવે છે. સિમોન પિતર એક પ્રેરિત હતો. તેણે પહેલા પિતરનો પત્ર પણ લખ્યો. પિતરે આ પત્ર કદાચ તે મરણ પામ્યો તે અગાઉ જ રોમના બંદીખાનામાંથી લખ્યો હતો. પિતરે આ પત્રને તેનો બીજો પત્ર કહ્યો છે તેથી આ પત્રને 1 પિતર પછીની તારીખ આપી શકાય. તેણે આ પત્ર પ્રથમ પત્રના જ વાચકોને સંબોધીને લખ્યો છે. વાચકો શકયત: એશિયા માઇનોરમાં ફેલાયેલા ખ્રિસ્તીઓ હતા.

પિતરનો બીજો પત્ર શું દર્શાવે છે?

પિતરે આ પત્ર વિશ્વાસીઓને સારૂ જીવન જીવવા માટે પ્રોત્સાહન આપવા લખ્યો છે. તેણે તેઓને ખોટા ઉપદેશકો જેઑ કહેતા હતા કે ઈસુને પાછા આવતા બહુ વિલંબ કરે છે તેઓ વિરુધ્ધ ચેતવણી આપી છે. તેણે તેઓને કહ્યું કે ઈસુને આવતાં વાર લાગે છે એમ નહિ, પરંતુ ઈશ્વર લોકોને પસ્તાવો કરવા સમય આપી રહ્યા હતા કે જેથી તેઓ બચી જાય.

આ પત્રના શીર્ષકનું અનુવાદ કેવી રીતે કરવું?

અનુવાદકો આ પત્રને તેના પરંપરાગત શીર્ષક, ""2 પિતર"" અથવા ""બીજો પિતર"" તરીકે નિર્દેશ કરવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે જેમ કે ""પિતરનો બીજો પત્ર"" અથવા ""પિતરનો લખેલો બીજો પત્ર"". (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો

પિતરના જેઓની વિરુદ્ધ બોલ્યો તે લોકો કોણ હતા?

તે શક્ય છે કે પિતર જેમની વિરુદ્ધ બોલ્યો હતો તે લોકો જ્ઞાનવાદીઓ તરીકે જાતા હતા. આ ઉપદેશકોએ તેમના પોતાના લાભ માટે શાસ્ત્રના શિક્ષણને વિકૃત કરી નાખ્યું હતું. તેઓ અનૈતિક રીતે જીવન જીવતા હતા અને બીજાઓને પણ તે રીતે જીવવાનું શીખવતા હતા.

શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે તેનો અર્થ શું થાય?

શાસ્ત્રનો(બાઇબલ-ઇશ્વરના વચનોનો) સિદ્ધાંત ખૂબજ અગત્યનો છે. 2 પિતરનો પત્ર વાચકોને એ સમજવામાં મદદ કરે છે કે દરેક શાસ્ત્રવચનોના લેખકે પોતાની આગવી રીતે લખ્યા છે પરંતુ શાસ્ત્રના ખરા લેખક તો ઇશ્વર જ છે.(1: 20-21) છે.

ભાગ 3: અનુવાદના મહત્વપૂર્ણ મુદ્દાઓ

""તમે""નું એકવચન અને બહુવચન

આ પત્રમાં ""હું"" શબ્દ પિતરને દર્શાવે છે. અને ""તમે"" શબ્દ બહુવચન છે જે હંમેશા પિતરના વાચકોને દર્શાવે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-exclusive]] અને [[rc:///ta/man/translate/figs-you]])

2 પિતરના પત્રના લખાણમાં મહત્વના મુખ્ય મુદ્દાઓ કયા છે?

નીચેની કલમો માટે, બાઇબલની કેટલીક આધુનિક આવૃત્તિઓ જૂના અનુવાદથી અલગ છે. યુએલટી લખાણ એ આધુનિક લખાણ છે અને જૂના લખાણને ફૂટનોટના રૂપમાં મૂકે છે. જો બાઇબલનું અનુવાદ સામાન્ય ક્ષેત્રમાં અસ્તિત્વમાં હોય, તો અનુવાદકોએ તે આવૃત્તિઓમાં મળેલા લખાણનો ઉપયોગ કરવો જોઈએ. જો એમ ન હોય તો, અનુવાદકોને આધુનિક લખાણને અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

  • ""ન્યાય થતાં સુધી તેઓને નીચાણના અંધકારના બંધનોમાં રાખ્યા"" (2: 4). અમુક આધૂનિક અને જૂની આવૃતિઓમાં આ પ્રમાણે છે કે, ""ન્યાય સુધી નીચાણમાં અંધકારના ખાડામાં રાખ્યા.""
  • ""જયારે તેઓ તમારી સાથે પ્રેમભોજનો કરે છે ત્યારે તેઓ તેમના કપટયુક્ત કાર્યોનો આનંદ માણે છે"" (2:13). કેટલીક બીજી આવૃત્તિઓ મુજબ, ""તેઓ પ્રેમભોજનોમાં તેઓના કાર્યોનો આનંદ માણે છે.""
  • ""બયોર"" (2:15). કેટલીક અન્ય આવૃતિઓ આ પ્રમાણે વાંચે છે, ""બોસર"".
  • ""તત્વોને આગથી પીગળી જશે, અને પૃથ્વી અને તેના કાર્યોને જાહેર કરવામાં આવશે"" (3:10). અન્ય આવૃત્તિઓમાં, ""તત્વોને આગથી સળગાવવામાં આવશે, અને તેમાં પૃથ્વી અને તેના કાર્યોને બાળી નાખવામાં આવશે.""

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)