gu_tn_old/2jn/front/intro.md

4.9 KiB

૨ યોહાનની પ્રસ્તાવના

ભાગ:૧: સામાન્ય પ્રસ્તાવના

૨ યોહાનની રૂપરેખા

  1. શુભેચ્છા(૧:૧-૩)
  2. ઉત્તેજન અને મહાન આજ્ઞા (૧:૪-૬)
  3. જૂઠા શિક્ષકો વિષે ચેતવણી(૧:૭-૧૧)
  4. સાથી વિશ્વાસીઓની શુભેછા (1:૧૨-૧૩)

૨ યોહાનનો પત્ર કોણે લખ્યો?

. પત્ર લેખકનું નામ દર્શાવતો નથી. લેખક પોતાને વડીલ તરીકે સંબોધે છે. સંભવતઃ પ્રેરિત યોહાને આ પત્ર તેના જીવનના અંતિમ દિવસો દરમિયાનલખ્યો હતો. ૨ યોહાનના પત્રની વિષય વિગત યોહાનની સુવાર્તાના વિષય વિગત સાથે સમાનતા ધરાવે છે.

૨ યોહાનના પત્રની વિષય વિગત શું છે

જેઓને યોહાન “પસંદ કરેલ સ્ત્રી” અને “તે સ્ત્રીના બાળકો” તરીકે સંબોધન કરે છે તેઓને ઉદ્દેશીને તે આ પત્ર લખે છે. (૧:૧)આ કોઈ ખાસ મિત્ર અને તેના બાળકોના સંદર્ભને સૂચવે છે. અથવા તે કોઈ ખાસ વિશ્વાસીઓના જૂથને અથવા સામાન્યતઃ સર્વ વિશ્વાસીઓના સંદર્ભને સૂચવે છે. . યોહાન આ પત્ર, તેના વાંચકોને જુઠા શિક્ષકો વિશે ચેતવણી આપવા માટે લખે છે. યોહાન નથી ઈચ્છતો કે તેઓ જુઠા શિક્ષકોને મદદ કરે અને નાણાકીય સહાય આપે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ પત્રના શીર્ષકનો અનુવાદ કેવી રીતે કરી શકાય?

અનુવાદક આ પત્રના શીર્ષકને તેની સાંસ્કૃતિક રીતે લખવાની પસંદગી કરી શકે. “૨ યોહાન” અથવા “બીજો યોહાન” અથવા તેઓ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે જેમ કે “યોહાનનો બીજો પત્ર” અથવા “યોહાને લખેલો બીજો પત્ર” (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ ૨: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો

પરોણાગત એટલે શું?

પરોણાગત એ પૂર્વ દિશાના પૂર્વજ લોકોનો એક મહત્વપૂર્ણ ખ્યાલ હતો. એ જરૂરનું હતું કે જેઓ પરદેશી છે અથવા બહારગામથી આવે છે તેઓની સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરવો તથા તેઓને જરૂરી મદદ પૂરી પાડવી. યોહાન ઈચ્છતો હતો કે વિશ્વાસીઓ મહેમાનોની પરોણાગત કરે. જો કે વિશ્વાસીઓ જુઠા શિક્ષકોની પરોણાગત કરે તેમ તે ઈચ્છતો નહોતો. .

આ લોકો કોણ હતા જેઓની વિરુધ્ધ યોહાન બોલે છે?

યોહાન ખાસ કરીને વિશિષ્ટ રહસ્યવાદી જ્ઞાનના/જ્ઞાનવાદના લોકો વિષે વાત કરે છે. તે લોકો માનતા હતા કે શારીરિક જગત દુષ્ટ છે. કેમ કે તેઓ ખ્રિસ્તના ઈશ્વરીય સ્વરૂપનો સ્વીકાર કરતા હતા તેથી ઈસુ સાચે જ મનુષ્ય હતા તે હકીકતનો નકાર તેઓ કરતા હતા. આ એટલા માટે કે તેઓ વિચારતા હતા કે ઈશ્વર શારીરિક શરીર ધારણ કરી શકે નહિ કેમ કે શારીરિક શરીર દૃષ્ટ છે.. (જુઓ: rc://*/tw/dict/bible/kt/evil અને @)