gu_tn_old/2co/13/intro.md

2.8 KiB

૨ કરિંથીઓને પત્ર ૧૩સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

આ અધ્યાયમાં, પાઉલ તેના અધિકારનો બચાવ કરવાનું સમાપ્ત કરે છે. પછી તે પત્રને અભિવાદન અને આશીર્વાદ સાથે સમાપ્ત કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

તૈયારી

પાઉલ જેમ કરિંથીઓની મુલાકાત લેવાની તૈયારી કરે છે તેમ તેમને સૂચનાઓ આપે છે. તે આશા રાખે છે કે મંડળીમાં કોઈને શિસ્તમાં રાખવાની જરૂર ન પડે જેથી તે આનંદથી તેમની મુલાકાત લઈ શકે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/disciple)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

સામર્થ્ય અને નબળાઈ

પાઉલ વારંવાર આ અધ્યાયમાં ""સામર્થ્ય"" અને ""નબળાઈ"" વિરોધાભાસી શબ્દોનો ઉપયોગ કરે છે. અનુવાદકે એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ કે જે એકબીજાના વિરોધી હોવાનું સમજી શકાય.

""તમે વિશ્વાસમાં છો કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો. તમારી પોતાની પરીક્ષા કરો.""

આ વાક્યોનો અર્થ શું થાય છે તેના પર વિદ્વાનો વિભાજિત થાય છે. કેટલાક વિદ્વાનો કહે છે કે ખ્રિસ્તીઓએ તેઓની ક્રિયાઓ તેમની ખ્રિસ્તી વિશ્વાસ સાથે સુસંગત છે કે કેમ તે જોવા માટે પોતાની પરીક્ષા કરવી જોઈએ. સંદર્ભ આ સમજની તરફેણ કરે છે. અન્ય લોકો કહે છે કે આ વાક્યોનો અર્થ એ છે કે ખ્રિસ્તીઓએ તેમની ક્રિયાઓ જોવી જોઈએ અને પ્રશ્ન કરવો જોઈએ કે શું તેઓને ખરેખર બચાવવામાં આવ્યા છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/faith]] અને [[rc:///tw/dict/bible/kt/save]])