gu_tn_old/2co/12/intro.md

5.8 KiB

૨ કરિંથીઓને પત્ર ૧૨ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

પાઉલ આ અધ્યાયમાં તેના અધિકારનો બચાવ કરવાનું ચાલુ રાખે છે.

જ્યારે પાઉલ કરિંથીઓ સાથે હતો, ત્યારે તેણે અસરકારક સેવાકાર્યોથી પોતાને પ્રેરિત સાબિત કર્યો હતો. તેણે તેમની પાસેથી ક્યારેય કશું લીધું ન હતું. હવે જ્યારે તે ત્રીજી વખત આવે છે, તોપણ તે કંઈપણ લેશે નહીં. તે આશા રાખે છે કે જ્યારે તે મુલાકાત લેશે, ત્યારે તેમની સાથે કડક રીતે વર્તવાની જરૂર રહેશે નહીં. (જુઓ: rc://*/tw/dict/bible/kt/apostle)

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

પાઉલનું દર્શન.

પાઉલ હવે સ્વર્ગના અદ્દભુત દર્શન વિશે કહીને તેના અધિકારનો બચાવ કરે છે. જો કે કલમ ૨-૫ માં, પાઉલ ત્રીજા વ્યક્તિ તરીકે વાત કરે છે પરંતુ કલમ ૭ સૂચવે છે કે તે દર્શનનો અનુભવ કરનાર વ્યક્તિ પાઉલ પોતે જ હતો. તે દર્શન ખૂબ મહાન હતું, તેથી પાઉલને નમ્ર રહેવા માટે ઈશ્વરે તેને દેહમાં કાંટો આપ્યો. (જુઓ: rc://*/tw/dict/bible/kt/heaven)

ત્રીજુ આકાશ

ઘણા વિદ્વાનો માને છે કે ""ત્રીજુ"" આકાશ ઈશ્વરનું નિવાસસ્થાન છે. કારણ કે શાસ્ત્ર પણ ""આકાશ"" ને (""પ્રથમ"" આકાશ) અને બ્રહ્માંડને(""બીજું"" આકાશ)તરીકે ઉલ્લેખ કરવા માટે ""આકાશ"" નો ઉપયોગ કરે છે.

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

અલંકારિક પ્રશ્નો

પાઉલ ઘણા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે કારણ કે તેના પર આરોપો લગાવનાર શત્રુઓ સામે તે પોતાનો બચાવ કરી રહ્યો હતો. ""કેમ કે હું તમને ભારરૂપ થયો નહિ, એ સિવાય તમે બીજી મંડળીઓ કરતાં કઈ બાબતમાં ઊતરતા હતા?"" ""શું તિતસે તમારી પાસેથી કંઈ સ્વાર્થ સાધ્યો? શું એક જ આત્મા [ની પ્રેરણા] પ્રમાણે અમે ચાલ્યા નથી? શું એક જ પગલામાં અમે ચાલ્યા નથી?"" અને ""આ બધો વખત તમે ધારતા હશો કે અમે તમારી આગળ અમને પોતાને નિર્દોષ ઠરાવવાને પ્રયત્ન કરીએ છીએ.?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

કટાક્ષ

પાઉલ કટાક્ષનો ઉપયોગ કરે છે, એક વિશિષ્ટ પ્રકારે કટાક્ષ, જ્યારે તે તેમને યાદ અપાવે છે કે તેણે તેમની પાસેથી કંઈપણ સહાય લીધા વિના તેઓને મદદ કરી હતી. તે કહે છે, ""મારો એટલો અપરાધ માફ કરો!"" તે સતત કટાક્ષનો ઉપયોગ કરતાં કહે છે કે: ""પણ ચતુર હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા"" પોતાની વિરુદ્ધના હુમલા સામે પોતાનો બચાવ કરતાં, પાઉલ તેના દર્શન વિશે જણાવે છે જેને સત્ય માનવું ઘણું અઘરું હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

એ ""વિરોધાભાસ"" એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરે છે. કલમ ૫માં આ વાક્ય એક વિરોધાભાસ છે: ""હું મારી નિર્બળતા સિવાય કશામાં અભિમાન નહી કરું."" મોટાભાગના લોકો નિર્બળતામાં અભિમાન કરતા નથી. કલમ ૧૦માં આ વાક્ય પણ એક વિરોધાભાસ છે: ""માટે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું."" કલમ ૯માં, આ બંને નિવેદનો કેમ સાચા છે તે પાઉલ સમજાવે છે. ([૨કરિંથીઓને પત્ર ૧૨: ૫] (./૦૫.md))