gu_tn_old/2co/11/intro.md

7.7 KiB

૨ કરિંથીઓ ૧૧ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

આ અધ્યાયમાં,પાઉલ તેના અધિકારનો બચાવ કરવાનું ચાલુ રાખે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

જુઠું શિક્ષણ

કરિંથીઓ જુઠા શિક્ષકોને બહુ જલ્દીથી સ્વીકારી લેતા હતા. તેઓને ઈસુ અને સુવાર્તા વિશે ભિન્ન શિક્ષણ આપવામાં આવ્યું જે સાચું નહોતું. આ ખોટા શિક્ષકોથી વિપરીત, પાઉલે બલિદાનયુક્ત કરિંથીઓની સેવા કરી. (જુઓ: rc://*/tw/dict/bible/kt/goodnews)

પ્રકાશ

પ્રકાશ સામાન્ય રીતે રૂપક તરીકે નવા કરારમાં વપરાયો છે. પાઉલ અહીં ઈશ્વર અને તેમના ન્યાયીપણાને પ્રગટ કરવા પ્રકાશ શબ્દનો ઉપયોગ કરે છે. અંધકાર પાપનું વર્ણન કરે છે. પાપ ઈશ્વરથી છુપાયેલું રહેવા માંગે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/other/light]], [[rc:///tw/dict/bible/kt/righteous]] અને [[rc:///tw/dict/bible/other/darkness]] અને [[rc:///tw/dict/bible/kt/sin]])

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

રૂપક

પાઉલ આ અધ્યાયની શરૂઆત વિસ્તૃત રૂપકથી કરે છે. તે પોતાની તુલના એક કન્યાના પિતા સાથે કરે છે જે તેના વરરાજાને શુદ્ધ, કુંવારી કન્યા આપી રહ્યો છે. સાંસ્કૃતિક રીતે કે આધારે લગ્નની પ્રથાઓ બદલાય છે. પરંતુ કોઈને પુખ્ત અને પવિત્ર બાળક તરીકે રજૂ કરવામાં મદદ કરવાનો વિચાર આ વિભાગમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યો છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///tw/dict/bible/kt/holy]] અને rc://*/ta/man/translate/figs-explicit)

કટાક્ષવચન

આ અધ્યાય કટાક્ષવચનોથી ભરેલું છે. પાઉલ કરિંથીના વિશ્વાસીઓને તેના કટાક્ષવચનોથી શરમમાં મૂકવાની આશા રાખે છે.

""તમે આ બાબતોને સારી રીતે સહન કરો છો!"" પાઉલ વિચારે છે કે જે રીતે જુઠા પ્રેરિતોએ કરિંથીઓ સાથે વ્યવહાર કર્યો તેને કરિંથીઓએ સહન કરવો જોઈએ નહીં. પાઉલ માને છે તેઓ તો સાચા પ્રેરિતો છે જ નહીં.

આ વાક્ય, ""માટે તમે રાજીખુશીથી મૂર્ખોને સાથ આપ્યો છે. તમે પોતે જ જ્ઞાની છો!"" મતલબ કે કરિંથીઓ માને છે કે જૂઠા પ્રેરિતો ખૂબ બુદ્ધિશાળી હતા પણ પાઉલ તેમની સાથે સંમત નથી.

""જાણે કે અમે નિર્બળ હોઈએ, એમ પોતાને વખોડનાર તરીકે હું આ બોલું છું."" જેને ટાળવું તે ખૂબ ખોટું કાર્ય છે તેવા વર્તન વિશે પાઉલ વાત કરી રહ્યો છે. પાઉલ એમ માને છે કે તે પ્રમાણે નહીં વર્તવાથી તે ખોટું કરી રહ્યો છે. તે અલંકારિક પ્રશ્નનો કટાક્ષ તરીકે પણ ઉપયોગ કરે છે. ""તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એમાં શું મેં પાપ કર્યું?"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-irony]] અને [[rc:///tw/dict/bible/kt/apostle]] અને rc://*/ta/man/translate/figs-rquestion)

અલંકારિક પ્રશ્નો

ઉત્તમ હોવાના દાવા સાથે ખોટા પ્રેરિતોને નકારી કાઢતા, પાઉલ શ્રેણીબદ્ધ અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. દરેક પ્રશ્ન તેના જવાબ સાથે જોડાયેલ છે: ""શું તેઓ હિબ્રુ છે? તો હું પણ છું. શું તેઓ ઈઝરાએલી છે? તો હું પણ છું. શું તેઓ ઈબ્રાહીમના વંશજો છે? તો હું પણ છું. શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? (હું કોઈએક ઘેલા માણસની જેમ બોલું છું.) હું તેઓના કરતાં વિશેષ છું.""

તે તેના દ્વારા ખ્રિસ્તમાં બદલાણ પામેલાઓ સાથે ભારપૂર્વક વાત કરવા માટે શ્રેણીબદ્ધ અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે:""કોને અશક્ત જોઈને હું અશક્ત નથી થતો? કોને ઠોકર ખવડાવવામાં આવે છે, અને મારું હ્રદય બળતું નથી?”

""શું તેઓ ખ્રિસ્તના સેવકો છે?""

આ કટાક્ષ છે, એક વિશિષ્ટ પ્રકારનો કટાક્ષ, જેનો ઉપયોગ મશ્કરી કરવા અથવા તો અપમાન કરવા થાય છે. આ ખોટા શિક્ષકો ખરેખર ખ્રિસ્તની સેવા કરે છે તેમ પાઉલ માનતો નથી પણ તે માને છે કે તેઓ ફક્ત ડોળ કરે છે.

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

""વિરોધાભાસ"" એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યને વર્ણન કરવા દર્શાવાય છે. કલમ ૩૦માં આ વાક્ય એક વિરોધાભાસ છે: ""જો અભિમાન કરવાની જરૂર પડે, તો જે બાબતોમાં હું નિર્બળ છું તેનું હું અભિમાન કરીશ."" ૨ કરિંથીઓ ૧૨:૯ સુધી પાઉલ ખુલાસો કરતો નથી કે તે શા માટે તેની નબળાઈઓમાં અભિમાન કરશે. (૨કરિંથીઓ૧૧:૩૦)