gu_tn_old/2co/10/intro.md

2.4 KiB

૨ કરિંથીઓ ૧૦ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

કેટલાક અનુવાદમાં બાકીના લખાણની તુલનામાં જુના કરારમાંથી જમણી તરફ અવતરણો દર્શાવવામાં આવ્યા છે. ULT આ કલમ ૧૭ ટાંકેલા શબ્દો સાથે દર્શાવાયેલ છે.

આ અધ્યાયમાં, પાઉલ તેના અધિકારનો બચાવ કરવા તરફ પાછો ફરે છે. તે જે રીતે બોલે છે અને લખે છે તેની તુલના પણ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

અભિમાન કરવું

""અભિમાન કરવું"" ઘણીવાર બડાઈ મારવી માનવામાં આવે છે, જે સારું નથી. પરંતુ આ પત્રમાં ""અભિમાન કરવું"" એટલે કે વિશ્વાસપૂર્વક આનંદ અથવા હર્ષ કરવો થાય છે.

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

રૂપક

કલમ ૩-૬માં, પાઉલ યુદ્ધમાંથી ઘણા રૂપકોનો ઉપયોગ કરે છે. ખ્રિસ્તીઓ આત્મિક યુદ્ધમાં છે તે વિષે મોટા રૂપકના ભાગરૂપે તેનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

દેહ

""દેહ"" એ વ્યક્તિના પાપી સ્વભાવ માટેનું સંભવિત રૂપક છે. પાઉલ શીખવે છે કે જ્યાં સુધી ખ્રિસ્તીઓ જીવંત છે (“દેહમાં”), ત્યાં સુધી આપણે પાપ કર્યા કરીશું. પરંતુ આપણો નવો સ્વભાવ આપણા જૂના સ્વભાવ સામે લડતો રહેશે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/flesh)