gu_tn_old/2co/06/intro.md

4.1 KiB

૨ કરિંથીઓનો 0૬ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

કેટલાક અનુવાદકોએ કવિતાઓની દરેક પંક્તિ બાકીના લખાણ કરતાં તેને વધુ સરળ વાંચવા માટે સુયોજિત કરી છે. ULT આ પ્રમાણે કલમો ૨ અને ૧૬-૧૮ સાથે કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

સેવકો

પાઉલ ખ્રિસ્તીઓને ઈશ્વરના સેવકો તરીકે ઉલ્લેખ કરે છે. ઈશ્વર ખ્રિસ્તીઓને સર્વ પરિસ્થિતિઓમાં તેમની સેવા કરવા બોલાવે છે. પાઉલે કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓનું વર્ણન કર્યું જેમાં તેણે અને તેના સાથીઓએ ઈશ્વરની સેવા કરી હતી.

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

વિરોધાભાસ

પાઉલ ચાર વિરોધાભાસનો ઉપયોગ કરે છે: ન્યાયીપણાની વિરુદ્ધ અધર્મીપણું, અંધકાર સામે પ્રકાશ, ખ્રિસ્ત વિરુદ્ધ શેતાન, અને ઈશ્વરના ભક્તિસ્થાન વિરુદ્ધ મૂર્તિઓ. આ વિરોધાભાસો ખ્રિસ્તીઓ અને બિન-ખ્રિસ્તીઓ વચ્ચેનો તફાવત દર્શાવે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/righteous]] અને [[rc:///tw/dict/bible/other/light]] અને rc://*/tw/dict/bible/other/darkness)

પ્રકાશ અને અંધકાર

બાઈબલ ઘણીવાર અધર્મી લોકો વિશે વાત કરે છે, લોકો કે જે ઈશ્વરને પસંદ છે તેવું કરતા નથી અને પસંદ નથી તેવું કરે છે, જેમ કે તે લોકો અંધકારની આસપાસ ચાલતા હોય. તે પ્રકાશની વાત એ રીતે કરે છે જાણે કે પ્રકાશ તે પાપી લોકોને ન્યાયી બનવા, તેઓ જે ખોટું કરે છે તે સમજવા અને ઈશ્વરને આધીન થવાની શરૂઆત કરવા સક્ષમ કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/righteous)

અલંકારિક પ્રશ્નો

પાઉલ તેમના વાચકોને શીખવવા માટે અલંકારિક પ્રશ્નોની શ્રેણીનો ઉપયોગ કરે છે. આ બધા પ્રશ્નો અનિવાર્યપણે એક જ મુદ્દો બનાવે છે: જેઓ પાપમાં જીવે છે તેમની સાથે ખ્રિસ્તીઓએ અઘટિત સબંધ ન રાખવા. પાઉલ ભાર મૂકવા માટે આ પ્રશ્નોનું પુનરાવર્તન કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///tw/dict/bible/kt/sin]])

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

અમે

પાઉલ સંભવિત ""અમે"" સર્વનામનો ઉપયોગ ઓછામાં ઓછું તિમોથી અને પોતાને રજૂ કરવા માટે કરે છે. તેમાં અન્ય લોકોનો પણ સમાવેશ થઈ શકે છે..